તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કપરાડાના શાહુડા ગામ પાસે કેરોસીન ભરેલા ટેન્કરની પલટી, ડ્રાઈવર અને ક્લિનરનો ચમત્કારિક બચાવ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શાહુડા ગામેના નાના બરડા ફળિયામાં બુધવારે બપોરે મહારાષ્ટ્ર તરફ કેરોસીન ભરીને જઈ રહેલા ટેન્કર ચાલકે ટેન્કર પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કેરોસીન ભરેલું ટેન્કર રસ્તાની બાજુમાં પલ્ટી મારી ગયું હતું. સમગ્ર ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લીનરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ટેન્કરમાંથી કેરોસીન ઢોળતા સ્થાનિક લોકોએ કેરોસીનની લૂંટ ચલાવી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શાહુડા ગામેના નાના બરડા ફળિયામાં બુધવારે બપોરે મહારાષ્ટ્ર તરફ કેરોસીન ભરીને જઈ રહેલા ટેન્કર નં.GTK-4457 ચાલકે ટેન્કર પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કેરોસીન ભરેલું ટેન્કર રસ્તાની બાજુમાં પલ્ટી મારી ગયું હતું. સમગ્ર ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લીનરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ટેન્કરમાંથી કેરોસીન ઢોળતા સ્થાનિક લોકોએ કેરોસીનની લૂંટ ચલાવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રની બોડર ઉપર આવેલ ગામમાં ઘટના બની હતી. સ્થાનિક લોકોએ જોકે આ કેરોસીન ભરેલ ટેન્કર નાની પલસાણ અને સુલિયા ગામ તરફ જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો, આ ટેન્કર પલટી મારતાં કેરોસીન ઢોળાઈ ગયું હતું, જોકે થોડું કેરોસીન સ્થાનિક લોકોએ ડ્રમ અને કેરબામાં ભર્યું હતું.

નોંધનીય છેકે, આ કેરોસીન ક્યાંથી આવ્યું અને ક્યાં જતું હતું એ હાલ કંઈ જાણવા મળ્યું નથી, પરંતુ ટેન્કર પલટી મારતાં ડ્રાયવર અને ક્લીનર બંન્નેનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...