તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Memu Train Passing Track Between Valsad Bhilad And Sanjan Railway Station Breaks, Pilot Slows Down The Train Due To Suspicion

સજાગતાથી દુર્ઘટના ટળી:વલસાડ ભિલાડ અને સંજાણ રેલવે સ્ટેશન વચ્ચે મેમુ ટ્રેન પસાર થતા ટ્રેક તૂટ્યો, શંકા જતાં પાયલોટે ટ્રેનને ધીમી પાડી દીધી

વલસાડ17 દિવસ પહેલા
  • પાયલોટે ટ્રેન ધીમી કરી અટકાવી ચેક કરતા રેલવે ટ્રેક ઉપર તિરાડ જોવા મળી હતી

મહારાષ્ટ્રના બોરીવલીથી સુરત વચ્ચે દોડતી મેમુ ટ્રેનના સમયે સંજાણ અને ભિલાડ રેલવે સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી. જે દરમિયાન મેમુ ટ્રેનનું એન્જીન પસાર થતા ટ્રેનના પાયલોટને શંકા જતા ટ્રેન ધીમી કરી અટકાવી ચેક કરતા રેલવે ટ્રેક ઉપર તિરાડ જોવા મળી હતી. બનાવની જાણ રેલવવા વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરતા રેલવે ટ્રેક તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી.

બોરીવલીથી સુરત તરફ જતી મેમુ ટ્રેન ગતરોજ તા. 03-09-2021ના રોજ સવારે સંજાણ ભીલાડ વચ્ચે નટરાજ કંપની પાસે ફાટક 10 કલાકે રેલ્વે પાટા તૂટવાનો અવાજ ટ્રેનના પાયલોટને સંભળાતા ટ્રેનને ચાલકે સર્તરકતા દાખવી ટ્રેનને ધીમી ગતિએ ઉભી રાખી હતી. જોકે મેમુ ટ્રેન રેલ્વે ટ્રેકના પાટામાં ચાલુ ટ્રેને ભયાનક અવાજ આવતા ટ્રેનના ડ્રાઈવરેની સર્તકતા થકી ટ્રેન ઘીમી પડતાં મોટી દુર્ઘટના થતાં આજે બચી હતી.

રેલ્વે ટ્રેકના પાટા ચેક કરતા થોડી તિરાડ નજરે પડી હતી. જેનું સમારકામ કરી ટ્રેન 30 મિનિટ બાદ ત્યાંથી રવાના થઈ હતી. સમગ્ર ઘટના અંગે ટ્રેનમાં બેસેલ મુસાફરોએ મીડિયાને જાણ કરી જોકે ઘટના ને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ટ્રેકની મરામત કરતા કામદારોની બેદરકારી અને નિષ્કાળજીના કારણે આવી ઘટના બનતી જોવા મળી રહી છે, ત્યારે આ બાબતે પણ રેલવે પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરી તલસ્પર્શી તપાસ કરાવડાવે તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...