વલસાડ જિલ્લાની પારડી નગર પાલિકાના COની બદલીનો આદેશ જાહેર થતા પાલિકાના સાશક પક્ષ અને વિપક્ષ સાથે મળીને નગરપાલિકા કચેરીને ગૌ મૂત્રનો છાંટકાવ કરીને કચેરીને પાવન કરી હતી. સાથે નગરપાલિકા કચેરી બહાર ફટાકડા ફોડી COની બદલીને નિર્ણયને અવકાર્યો હતો. પાલિકાના CO સરકારી કાર્યક્રમમાં કરવામાં આવતા ખર્ચાને લઈને વિવાદમાં આવ્યા હતા. સાથે કાઉન્સિલરના વિસ્તારના કામોમાં નડતરરૂપ બનતા પાલિકાના તમામ કાઉન્સિલરો COની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. પારડીના COની બદલી થતા કાઉન્સિલરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાના COની બદલી આજરોજ જાહેર થઈ હતી. વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી જાહેર થઈ હતી. જેને લઈને વિપક્ષ અને સશક પક્ષના કાઉન્સિલરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે પારડી નગરપાલિકા કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પારડી નગરપાલિકાના કાઉન્સિલરોએ પાલિકા કચેરીને ગૌમૂત્રનો છાંટકાવ કરીને કચેરીને પવન કરી હતી. નગરપાલિકા કચેરી બહાર ફટાકડા ફોડી COની બદલીના નિર્ણયને વધાવી લીધો હતો. ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. નગરપાલિકાના CO વિકાસના કામોમાં બાધારૂપ બનતા હોવાના આક્ષેપ પાલિકાના કાઉન્સિલરોએ લગાવ્યા હતા. પાલિકાના CO પ્રાચી દોશી વિવાદમાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.