ધોધમાર વરસાદ:વલસાડ જિલ્લા પર મેઘરાજા મહેરબાન, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ; નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા

વલસાડ3 મહિનો પહેલા
  • રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા
  • પોલીસ જવાનો બ્રિજ પર ભરાયેલા પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા

વલસાડ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 8 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી.

કયા તાલુકામાં કેટલો વરસાદ?

ઉમરગામ8ઈંચ
વલસાડ4 ઈંચ
વાપી4 ઈંચ
પારડી3 ઈંચ
કપરાડા2 ઈંચ
ધરમપુર1 ઈંચ

​​​​​

ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા
વરસાદને લીધે સ્થાનિક લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી અને યુવાનો તથા બાળકોએ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. જ્યારે રસ્તા ઉપર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. વરસાદ પડતાની સાથે ડાંગરની ખેતી ઉપર ન થતાં ખેડૂતો અને ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ નિરીક્ષણ કરવા દોડી આવ્યા હતા અને મોગરાની માળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો જેને લઇ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાપીમાં રેલવે અંડરપાસ વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

મુંબઈ અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો
વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને લઈને મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર પારડી બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસના જવાનો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાઈ ચુક્યા હતા. જેથી વરસાદી પાણીનો નિકાલ થાય અને હાઇવે ઉપર થઈ રહેલા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પ્રયત્નો કરી રહ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટર ઉચ્ચ અધિકાધીઓની સાથે બેઠક યોજી જિલ્લામાં પ્રથમ વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈને મુંબઇ અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો હતો.

વલસાડ પોલીસે વરસાદી પાણી નિકાલ કરવા દોડવું પડ્યું
પારડી પંથકમાં પડી રહેલા વરસાદને લઈને વાપી વલસાડ હાઇવે ઉપર વલ્લભ આશ્રમ શાળા પાસે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને માત્ર 1 માર્ગ ચાલુ રહેતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસની ટીમે તાત્કાલિક ધટમાં સ્થળે પહોંચી બ્રિજ ઉપરથી વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાય હતા. વરસાદી પાણી નિકાલના નાળામાં ફસાયેલો કચરો લાકડી વળી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. IRB દ્વારા કરવી જોઈતી કામગીરી પારડી પોલીસના જવાનોએ કરવાની ફરજ પડી હતી. વાહન ચાલકોએ પારડી પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી.

બે વૃક્ષો ધરાશયી થતા ચાર મોટર સાયકલ દબાયા
વલસાડ શહેરમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં પડેલા 4 ઇંચ વરસાદને લઈને વલસાડ શહેરમાં આવેલા ઇસ્ટ રેલવે યાર્ડ અને મુલ્લાવાડી વિસ્તારમાં એક ઝાડ ધરાશય થયું હતું. મુલ્લાવાડી ગાર્ડન પાસે લીમડાનું ઝાડ ધરાશઈ થતા નજીકમાં આવેલા 2 મકાનોમાં નુકસાની થઈ હતી. જ્યારે નજીકમાં પાર્ક કરેલી 4 મોટર સાઈકલો ઝાડ નીચે દબાઈ જવાથી ભારે નુકસાની થઈ હતી. જ્યારે ઇસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં પણ એક ઝાડ પડતા તેના નીચે બાઈક દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...