તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:વલસાડ જિલ્લામાં 20 દિવસના વિરામ બાદ મેઘરાજાએ દસ્તક દીધી, ધીમી ધારે સતત વરસાદ પડતાં ખેડૂતોએ રાહત અનુભવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં 6 તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ પડ્યો

વલસાડ શહેર અને જિલ્લામાં ઘણા વિસ્તારોમાં શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોરે વરસાદ પડવાની શરૂઆત થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. વલસાડમાં 20 દિવસના વિરામ બાદ શનિવારે ફરી મેહુલિયાએ શહેર અને જિલ્લામાં દસ્તક આપતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારમાં ધીમી ધારે સતત પડતા વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી હતી.

હવામાન વિભાગે ચોમાસાની શરૂઆત પણ જાહેર કરી હતી. 20 જૂન સુધી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મેઘ મહેર કરી હતી. 10 જુલાઈના રોજ સવારથી જિલ્લામાં વરસાદી માહોલ બની ગયો હતો. જેમાં વલસાડ જિલ્લામાં 6 તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લામાં ખેતી ઉપર નભતા ખેડૂતોને હાશ કારો મળ્યો હતો.

જિલ્લામાં ઘણા દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં પણ સ્થાનિક લોકોએ થોડી રાહત અનુભવી હતી. વલસાડ તાલુકામાં 24 મીમી, ઉમરગામ તાલુકામાં 52 મીમી, ધરમપુર તાલુકામાં 60 મીમી, કપરાડામાં મીમી, પારડી અને વાપી તાલુકામાં 09 મીમી વરસાદ વલસાડ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે. જ્યારે આગામી 5 દિવસોમાં વલસાડ જિલ્લામાં મધ્યમ અથવા ભારે વરસાદની આગાહી વલસાડ હવામાન વિભાગે આપી છે.

અન્ય સમાચારો પણ છે...