મેઘ મલ્હાર:વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે મેઘ મહેર યથાવત, 18 કલાકમાં ઉમરગામમાં 4 ઇંચ વરસાદ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવાર સાંજે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ઉમરગામ 4 ઇંચ, ધરમપુર અને પારડી દોઢ ઇંચ વરસાદ

વલસાડ જેલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ શનિવરે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધીમી ગતિએ વરસી રહ્યા છે. શુક્રવારે સાંજે 6થી શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 18 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને ખેતી ઉપર નભતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મધુબન ડેમમાં ઉપર વાસના વરસાદની પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમમાં દર કલાકે 8686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમના 2 દરવાજા 1 મીટર ખુલ્લા રાખીને 10 હજાર 293 ક્યુસેક પાણી દર કલાકે દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી મેઘરાજ ધીમી ગતિએ વરસી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ખેતીના પાક ઉપર નભતા ખેડૂતોને ઘણી રાહત મળી છે. વલસાડ જિલ્લાના 6 તાલુકાઓમાં શુક્રવારે સાંજે 6થી શનિવાર બપોરે 12 વાગ્યા સુધીમાં પુરા થતા 18 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી અને ધરમપુર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

વલસાડમાં 1 ઇંચ અને કપરાડા અને વાપી તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ મધુબન ડેમના ઉપર વાસમાં પણ ધીમી ગતિએ પડી રહેલા વરસાદને લઈને ડેમમાં દર કલાકે 8 હજાર 686 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. જ્યારે ડેમના 2 દરવાજા 1 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 10 હજાર 343 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ધીમી ગતિએ પડી રહેલા વરસાદને લઈને વર્તવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

શુક્રવાર સાંજે 6 વાગ્યાથી શનિવાર બપોરે 12 સુધીના વરસાદના આંકડા

ઉમરગામ-107 mm

કપરાડા- 15 mm

ધરમપુર- 42 mm

પારડી- 40 mm

વલસાડ- 26 mm

વાપી- 15 mm

અન્ય સમાચારો પણ છે...