તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફાયર NOC મુદ્દે પ્રાદેશિક કમિશ્નર વલસાડમાં, 5 CO સાથે બેઠક

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડમાં 179 બિલ્ડિંગમાં ફાયર એનઓસી લેવાઇ નથી, જિલ્લામાં બિલ્ડિંગો માટે ફાયર NOCના નિયમોથી મિલકત ધારકો જ અજાણ

ફાયર મામલે હાઇકોર્ટે સરકાર સામે સખત વલણ અપનાવતા ફાયર એનઓસીનો નિયમોનો ચૂસ્ત અમલ કરાવવા માટે સરકારે સૂચના આપતા દોડધામ થઇ છે.22 પાલિકાનો વહીવટ કરતાં પ્રાદેશિક કમિશ્નરે વલસાડમાં ધામો નાંખી જિલ્લાની 5 પાલિકાના ચીફ ઓફિસરો સાથે ફાયર એનઓસીના અમલીકરણ મુદ્દે બેઠક બોલાવી હતી. વલસાડ શહેરમાં જે બિલ્ડિંગો ફાયર એનઓસી માટે પાત્ર બને છે તેના માલિકો કબજેદારોને જ એનઓસી માટેના નિયમો કાયદાની જાણકારી નથી તેવું જાણવા મ‌ળ્યું છે.

જેના કારણે દોઢ વર્ષથી પાલિકાએ એનઓસી લેવા માટે નોટિસો જારી કરવા છતાં તેનો કોઇ નક્કર પ્રતિસાદ મળ્યો નથી.એનઓસીની ફાઇલો તૈયાર કરી પાલિકામાં રજૂ કરાયા બાદ ક્ષતિ પૂર્તતાની છેલ્લી ઘડીએ દોડધામ, મિલકત ધારકો અને પાલિકાની નિષ્ક્રિયતા વચ્ચે જ્યારે હાઇકોર્ટે ફટકાર લગાવતા પાલિકાના વહીવટકર્તાઓએ નળ અને ડ્રેનેજ જોડાણો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં કોરનામાં હોસ્પિટલોમાં આગના બનાવો સામે આવ્યા હતા.

આ સ્થિતિને નજર અંદાજ કરી શકાય તેમ નથી.હાઇકોર્ટે આગના બનાવો રોકવા એનઓસીના નિયમોના અમલીકરણ માટે કડક નિર્દેશ કર્યા છે.જો કે ફાયર એનઓસી મેળવવા અરજદારોની ફાઇલો તૈયાર કરવા કયા દસ્તાવેજો ફરજિયાત છે તેની અજાણતા સામે આવી છે.તે જોતાં દિવ્ય ભાસ્કરે ફાયર એનઓસી શું છે અને તેના નિયમો,દસ્તાવેજો અંગેની વિગતો અત્રે પ્રસ્તુત કરી છે.

29 બિલ્ડિંગોની NOC માટે ફાઇલો રજૂ કરાઇ
વલસાડ પાલિકાના સીઓએ અરજદારો સાથે ફાયર એનઓસી માટે બેઠક બોલાવી હતી,જેમાં 29 અરજદારોએ પાલિકામાં ફાઇલો રજૂ કરતા ચકાસણી હાથ ધરાઇ રહી છે.

આગ અંગે કાયદો શું છે?
દરેક બિલ્ડિંગ હોસ્પિટલો માટે નેશનલ બિલ્ડિંગ કોડ લાગૂ કરાયા છે. જેમાં ફરજિયાત પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમ નિયમોનું પાલન કરવું જરૂરી છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-1976 મુજબ જીડીસીઆર અને નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા-2005 પ્રમાણે ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેકશન સિસ્ટમ લગાવવી ફરજિયાત છે.
અધિકારીઓએ શું કરવાનું છે
આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિની જીવન અને મિલકતની સલામતી રક્ષણ માટે ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ એક્ટ-2013 મુજબ સરકારી અધિકૃત અધિકારીએ ઇમારતો,જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસો અથવા બિલ્ડિંગોના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની હોય છે.

નિયમો શું છે?
બિલ્ડિંગના ધાબા પર જવાના રસ્તાને તાળા મારેલા ન હોવા જોઇએ,પાર્કિંગમાં માત્ર વાહનો પાર્ક થવા જોઇએ,દરેક દાદર અને મુખ્ય પેસેજ ખુલ્લા હોવા,કોમન પેસેજ પરના વેન્ટિલેશન ખુલ્લા હોવા જેથી આગ લાગે તો ધુમાડો બહાર જઇ શકે,હોસ્પિટલોના પેસેજમાં બે રૂમ સામ સામે હોય તો તેમાં સ્ટેચર આસાનીથી જઇ શકે તેટલી જગ્યા હોવી જોઇએ.

સ્ટેચરની સાથે વ્યક્તિ લઇ જવા કુલ જગ્યા ઓછામાં ઓછી 10 ફુટ હોવી,મુખ્યપેસેજમાં કોઇ આડશ ન મૂકવી,સ્ટાફને આગની તાલીમ આપવી,ફાયર વિભાગ પાસે દર વર્ષે ફાયર સેફટીની ચકાસણી કરાવવી,જરૂરી સંખ્યામાં ફાયર સેફટી સિસ્ટમ ફીટ કરાવવી,આગ લાગે ત્યારે વિજપ્રવાહ બંધ કરી દેવાય છે ત્યારે ફાયર બ્રિગેડની મુવમેન્ટ માટે અલગથી વિજપ્રવાહની વ્યવસ્થા રાખવી.

બિલ્ડિંગો માટે ફાયર લાયસન્સના આ નિયમો
18 મીટરથી વધુ 25 મીટરના મકાનો ,25 મીટરથી ઉપર અને 45 મીટર ઉપરસુધીની ઉંચી ઇમારત,મલ્ટિપ્લેક્સ,સિનેમા થિયેટર્સ, ફંકશન હોલ, મેરેજ હોલ, કામચલાઉ માળખા,જંગર થિયેટર, સર્કસ, પ્રદર્શનો,પરિવહન ગોદામો,સ્ટોરીડ,મલ્ટિ સ્ટોરીડ અને ઉંચી ઇમારત બિલ્ડિંગો કે જે પેટ્રોલિયમ ઉત્પાદનોનું નિયંત્રણ કરતી હોય,રસાયણો સંગ્રહ અને હેન્ડલિંગ,વિસ્ફોટક સંગ્રહ અને નિયંત્રણ,ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના સંગ્રહ,હેન્ડલિંગ,ફાયર નિવારણ ન્યુત્તમ ધોરણો,ઇમારતોમાં પ્રવેશ,સંખ્યા,પહોળાઇ,પ્રકાર,બહાર નિકળવાની વ્યવસ્થા,ફાયર ચેક ડોરનો ઉપયોગ કરી બહાર નીકળવા રક્ષણ,કમ્પાર્ટમેન્ટેશન,સ્મોક મેનેજમેન્ટ સિસ્ટમ,અગ્નિશામકો,ફર્સ્ટ એઇડ હોઝ રોલ,ઓટોમેટિક ફાયર એલાર્મિંગ સિસ્ટમ,પબ્લિક એડ્રેસ સિસ્ટમ,ઓટો સ્પિંકલર સસ્ટમ,ઇન્ટરનલ હાઇડ્રેન્ટ સિસ્ટમ,પમ્પિંગ સિસ્ટમ,અગ્નિશમન માટે કેપ્ટિવ પાણી સિસ્ટમ,એક્ઝિટ સાઇનેઝ,લિફ્ટની જોગવાઇ,સ્ટેન્ડબાય પાવર સપ્લાય,વધારાનો રિફ્યુઝ વિસ્તાર,ફાયર કન્ટ્રોલ રૂમ, ખાસ જોખમોના રક્ષણ માટે વિશેષ ફાયર સુરક્ષા સિસ્ટમ

અન્ય સમાચારો પણ છે...