નારગોલ ગામે આવતા પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસના ભાગરૂપે સરપંચે દરિયા કિનારે ખાણી પીણીની લારી- દુકાન ચલાવનારાઓ સાથે બેઠક કરી \"અતિથિ દેવો ભવો- વેલકમ ટુ નારગોલ\"નું સૂત્ર આપવામાં આવ્યું છે. સરપંચ સ્વીટીબેન ભંડારીએ નારગોલ ગામને પ્રવાસન ક્ષેત્રે વિકાસ ગુજરાત સરકારને રજૂઆત કરી છે. તો બીજી તરફ દરિયા કાંઠે ફરવા આવતા પ્રવાસીઓને આકર્ષવા પંચાત દ્વારા પાયાની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં દરિયા સુધીનો રસ્તા, બેઠક વ્યવસ્થા, સુલભ શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, ચેન્જ રૂમ તૌયાર કરાયા છે. પ્રી-વેડિંગ શૂટ માટે નારગોલ ગામ સમગ્ર ગુજરાત રાજ્યનું હોટ ડેસ્ટિનેશન સાબિત થયું છે. શનિવારે પ્રવાસન સ્પોર્ટ ખાતે લારી ગલ્લા દુકાન ચલાવનારા વેપારીઓ સાથે સરપંચે બેઠક યોજી પ્રવાસીઓને હાયજેનિક વાનગી પીરસવા, MRPથી વધુ રકમ ન વસૂલવા, બહારગામથી આવતા પ્રવાસીઓ સાથે સારો વ્યવહાર કરવા, દરેકની દુકાનદારીની આજુબાજુ સ્વચ્છતા રાખવા સૂચના આપી હતી. ઉપરાંત સૌ વેપારીઓને ઈશ્રમ કાર્ડ અંગે માહિતી આપી તેઓને લાયસન્સ, ઓળખ પત્ર અને લોન આપવાની જાહેરાત કરી હતી. આસાથે ઉપસ્થિત સૌને \"અતિથિ દેવો ભવ - વેલકમ ટુ નારગોલ\"નું સ્લોગન આપ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.