તાજેતરમાં જ દિલ્હી ખાતે નીટ-પીજી કાઉન્સેલિંગ ઝડપી અને વહેલી તકે કરવાની મહત્વની માંગણી સાથે શાંતિપૂર્ણ આંદોલન કરનારા મેડિકલના વિદ્યાર્થીઓ સાથે અમાનુષી અત્યાચાર ગુજારતા સમગ્ર દેશના તબીબોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ ઘટનાના વિરોધમાં જીએમઆરએસ મેડિકલ કોલેજના તબીબો, વિદ્યાર્થીઓ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ મેડિકલ કોલેજના પરિસરમાં રોષ ઠાલવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી નેતા ડૉ. પાર્થ આસોદરિયા સહિતના મેડિકલ વિદ્યાર્થીઓએ દિલ્હીની ઘટનાને વખોડી કાઢી હતી.
જવાબદારો સામે કાર્યવાહી ન થાય તો તમામ સેવા બંધ કરવાની ફરજ પડશે
ડોક્ટરો હંમેશા લોકસેવા સાથે જોડાયેલો શાંતિપ્રિય સમુદાય રહ્યો છે પરંતુ ડોક્ટરો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર બિલકુલ સ્વીકાર્ય નથી. તબીબો ક્યારેય એવું નથી ઈચ્છતાં કે કોઈપણ દર્દીઓ હેરાન થાય એટલા માટે માનવતાના ધોરણે ક્યારેય emergency સુવિધાઓ બંધ નથી કરી, પરંતુ જો આવી ઘટનાઓ સતત બનતી રહેશે અને ઘટનાના જવાબદાર લોકો સામે જો પગલાં લેવામાં નહિ આવે તો અત્યારસુધીમાં ગાંધી ચિંધ્યામાર્ગે ચાલનાર શાંત તબીબ સમુદાય emergency સહિતની તમામ સેવાઓ બંધ કરી શકે છે જેના માટે તંત્ર જ જવાબદાર રહેશે.> ડો.નિરવ પટેલ, પ્રેસિડેન્ટ, IMA,વલસાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.