મૂંઝવણ:HSCના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મેરીટ લિસ્ટ તૈયાર કરવાનો સૌથી મોટો પ્રશ્ન

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલિસી તૈયાર થયા બાદ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા પ્રવેશ આપવામાં આવશે

રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની બુધવારે મળેલી એક બેઠકમાં HSCના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જેને લઈને HSCમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શાળાઓ પાસ કર્યા બાદ મેડિકલ અને ઇજનેરી સહિતની કોલેજોમાં વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપશે તે અંગે કોલેજોમાં પ્રવેશ પોલીસી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. જે બાદ કોલેજોમાં પ્રવેશ કરી શરૂ કરવામાં આવશે.

કોલેજોમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી

ચાલુ વર્ષે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મેરીટ લિસ્ટ તૈયાર કરવાનો સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. વલસાડ ઇજનેરી કોલેજમાં 525 બેઠક સરકારી ઇજનેરી કોલેજમાં આવેલી છે. પોલીટેક્નિકમાં 700 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. વલસાડ સાયન્સ કોલેજમાં 270 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. વલસાડ જિલ્લામાં 18 સરકારી અને ખાનગી કોલેજ મળીને 30થી વધુ કોલેજોમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઘણી ગૂંચ ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે...