લોકડાઉન 4:શાળાઓમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ અપાઈ, કલાકે 20 વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન જાહેર થયા બાદ ગુરૂવારે વિદ્યાર્થીઓની માર્કશીટ જિલ્લા કેન્દ્રો પર પહોંચાડી હતી. કોરોનાના સંક્રમને ધ્યાનને રાખીને દર કલાકે 20 વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવા  સૂચના અપાઈ હતી. માર્કશીટ બોર્ડે સેન્ટર ખાતે માર્કશીટ મોકલી આપવામાં આવી હતી. જિલ્લાની કેટલીક શાળાઓએ દર કલાકે 20 વિદ્યાર્થીઓને બોલાવી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શાળામાં માસ્ક પહેરીને શાળાઓમાં માર્કશીટ લેવા આવવાની સૂચના આપવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...