તસ્કરી:ઉમરગામના સંજાણ ખાતે મંગળસૂત્ર, મોબાઈલ ફોન સહિત બાઈકની ચોરી, ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળસૂત્ર, 2 મોબાઈલ અને બાઈક મળી કુલ 51 હજારનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા

ઉમરગામ તાલુકાના સંજણ ખાતે આવેલી સાજીદ કાસમજીની ચાલીમાં એક મહિલાનું સોનાનું મંગળસૂત્ર તેમજ 3 મોબાઈલ અને ચાલીની સીડી પાસે પાર્ક કરેલી બાઈકની તસ્કરોએ ચારી કરી હતી. ત્યારે આ ઘટના અંગે ઉમરગામ પોલીસ મથકે 10 દિવસ બાદ FIR નોંધાઈ છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજણ વિસ્તારમાં સાજીદ કાસમની ચાલીમાં આવેલા રૂમોમાંથી 2 મે ના રાત્રીએ બબીતાજી ગુપ્તાની રૂમની ગેલેરીના દરવાજા પાસે રાખેલું સોનાનું મંગળસૂત્ર અને મોબાઈલ ફોન તેમજ બાજુના રૂમમાંથી 2 મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. આ ઉપરાંત ચાલીના દાદર પાસે મુકેલી એક સ્થાનિકની બાઈક પણ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ચાલીમાં રહેતા સ્થાનિક લોકો અને આજુબાજુના લોકોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે સ્થાનિક લોકોએ ઉમરગામ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે 12 મે ના રોજ બાઈક માલિક અમૂલ્યા રમેશ સાવલે તેમની બાઈક, તેમજ મહિલાનું સોનાનું મંગળસૂત્ર, મોબાઈલ અને છોટુ કુમારની રૂમમાં મુકેલા 2 મોબાઈલ મળી કુલ 51 હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...