અકસ્માતે મોત:વલસાડના ધડોઈ ખાતે ઓરંગા નદીમાં ગ્રીન કાર્પેટ ધોવા ગયેલા મંડપ ડેકોરેટર્સના કામદારનું મોત

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન કાર્પેટ ધોવા માટે નદીમાં નાખવા જતા કામદાર નદીમાં પટકાયો હતો

વલસાડના મોગરાવાડી ખાતે ઓરંગા નદીમાં મંડપ ડેકોરેશનની ગ્રીન કાર્પેટ ધોવા ગયેલા એક કામદારનું મોત થયું હતું. ઔરંગા નદીમાં ગ્રીન કારપેટ ધોવા ગયેલા શ્રમિક પૈકી એક શ્રમિક કારપેટ ધોવા માટે ઉપરથી નદીના પાણીમાં કારપેટ ફેકવા જતા નદીમાં પટકાયો હતો. નદીમાં આવેલા પથ્થરમાં માથું પટકાતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ સ્થાનિક લોકોએ 108 અને વલસાડ રૂરલ પોલીસની ટીમને કરતા પોલીસ અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

વલસાડના મોગરાવાડીના ટાઇગર ડેકોરેટરના સંચાલકે તેના કામદાર સુરેશ રાઠોડ સાથે 4 જેટલા શ્રમિકોને લગ્ન પ્રસંગે ભાડે આપેલી ગ્રીન કારપેટ ધોવા માટે સોમવારે ધડોઈ ખાતે આવેલી ઔરંગા નદીના કોઝવે પાસે મોકલાવ્યા હતા. કોઝવે પાસે સુરેશ અને સાથે શ્રમિકો સાથે કારપેટ ધોઈ સુકવવાની કામગીરી કરી રહ્યો હતો. જેમાં એક કારપેટ ઔરંગા નદીની બાજુમાં આવેલી દીવાલ ઉપરથી સુરેશ કારપેટ નદીના પાણીમાં ફેકવા ગયો હતો. દીવાલ ઉપરથી કારપેટ ફેકવા જતા સુરેશ નદીના પાણીમાં પટકાયો હતો. જેમાં નદીમાં રહેલા પથ્થર ઉપર સુરેશનું માથું પટકાતા સુરેશનું ઘટના સ્થાળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સાથે કામદારોએ બુમાબુમ કરતા નદીમાં નાહવા ગયેલા સ્થાનિલ લોકોએ દોડી આવ્યા હતા. બનાવ અંગે 108ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. 108ની EMT માનસી પટેલે ચેક કરતા શ્રમિકનું ઘટમાં સ્થળે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.

વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે સાથે શ્રમિકોને નિવેદન નોંધી વલસાડ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...