તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દાદરાનગર હવેલીના સુરંગી ગામે ફરસાણની દુકાનમા સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

વલસાડ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિલિન્ડર લીકેજ હોવાને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન
 • એક અઠવાડિયામા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની બીજી ઘટના

દાદરાનગર હવેલીના સુરંગી ગામે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. મંગળવારે સવારે ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ પકડી લેતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે દુકાનનો સામાન દુર સુધી ફંગોળાયો હતો અને દુકાનના સંચાલકને ગંભીર ઈજાઓ થઇ હતી. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.

ગેસની પાઈપમાં આગ લાગવાને કારણે સીલીન્ડર થયો બ્લાસ્ટ
ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, સુરંગી ત્રણ રસ્તા નજીક નિલેશ દેવુ મિશાલના મકાનમામાં ચામુંડા હોટલ અને સ્વીટ નામની દુકાન આવેલી છે. જેમાં મંગળવારે વહેલી સવારે 6:00 વાગ્યાના સુમારે દુકાનના સંચાલક દેરારામ (હાલ રહેવાસી સુરંગી, મૂળ રહેવાસી રાજસ્થાન) જેઓ દુકાન ખોલ્યા બાદ જેવો ગેસ ચાલુ કરવા ગયા તો અચાનક એમાં આગ પકડી લીધી હતી. જેના કારણે દેરારામ હાથમા અને શરીરના ભાગે દાઝી ગયો હતો. જ્યારે ગેસની પાઈપમાં આગ લાગવાને કારણે સીલીન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

ચાર દિવસની સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત
સિલિન્ડર બ્લાસ્ટ થતા દુકાનનો સામાન અને પતરા તુટીને કુચ્ચે-કુચ્ચા થઇ ગયા હતા. આ બ્લાસ્ટનો અવાજ એટલો જોરથી આવ્યો હતો કે, ગામથી બે કિલો મીટર દુર અવાજ સંભળાયો હતો. આ ધમાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનામાં ફરસાણની દુકાન સંચાલક દેવરામ દાજી ગયો હતો. જેને 108ની ટીમની મદદ વડે દાઝેલા દેવરામને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમા લઇ જવામા આવ્યો હતો, પરંતુ ચાર દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સિલિન્ડર લીકેજ હોવાને કારણે આ ઘટના બની હોવાનુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ.

એક અઠવાડિયામા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની બીજી ઘટના
​​​​​​​ઉલ્લેખનીય છે કે, આ એક અઠવાડિયામા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની આ બીજી ઘટના ઘટી છે. સેલવાસના ઉલ્ટન ફળિયા ખાતે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર કાચા ઘરો બળીને રાખ થઇ ગયા હતા અને ફરી સુરંગી ગામે દૂકાનમાં સિલિન્ડર લીકેજના કારણે જ આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો