કેસોનો વધારો:વલસાડ તાલુકાના માલવણ - છરવાડામાં 2 વૃધ્ધ પોઝિટિવ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર- તાલુકાના 4 દર્દીએ કોરોનાને માત આપી
  • ​​​​​​​ફરી જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોનો વધારો

વલસાડમાં શુક્રવારે વધુ 2 દર્દી કોરોના પોઝિટિવના મળી આવ્યા હતા.જેમાં તાલુકાના માલવણ અને છરવાડાના 2 વૃધ્ધ સંક્રમિત થતાં સારવાર હેઠળ મૂકાયા હતા.આ સાથે વલસાડ શહેર અને તાલુકાના 4 દર્દીએ કોરોનાને માત આપી સાજા થઇ જતાં એેક્ટિવ કેસની સંખ્યા ઘટીને 23 થઇ ગઇ હતી.

વલસાડ જિલ્લામાં ડિસેમ્બરથી કોરોના કેસની સંખ્યામાં ધીમો વધારો થતો ગયો હતો. જો કે જિલ્લામાં અન્ય તાલુકામાં સંક્રમણનો પ્રભાવ ઓછો જોવા મળ્યો છે,જ્યારે વલસાડ તાલુકામાં કોરોના પોઝિટિવના દર્દીઓ ઓછીવત્તી સંખ્યામાં સામે આવી રહ્યા છે.શુક્રવારે જિલ્લાના ધરમપુર,પારડી,વાપી,ઉમરગામ અને કપરાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયો ન હતો,પરંતું વલસાડના માલવણના રહીશ 60 વર્ષીય વૃધ્ધ અને છરવાડાના 75 વર્ષીય વૃધ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.જ્યારે 4 દર્દી કોરોનાથી સાજા થઇ ગયા હતા,

જેમાં વલસાડ શહેર અ્ને તાલુકાના જ કાપરિયા ગામના 47 વર્ષીય પુરૂષ,ભાગડાવડાના 47 વર્ષીય પુરૂષ,વલસાડ શહેરની અવધૂત સોસાયટીના 53 વર્ષીય આધેડ અ્ને કોચર ફળિયાની 66 વર્ષીય વૃધ્ધાએ સારવારના અંતે કોરોનાને માત આપતાં સાજા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...