કાર્યવાહી:સેલવાસના પીપરીયામાં મહાકાળી માતા મંદિરને નગરપાલિકાએ હટાવ્યું

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બંદોબસ્ત સાથે મુર્તિને કમ્યુનિટી હોલમાં સુરક્ષિત રીતે મુકાઇ

સેલવાસના પીપરીયામાં રિક્ષા સ્ટેન્ડ નજીક સરકારી જમીન પર બનાવાયેલા કાલી માતા મંદીરને બુધવારે પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ખસેડ્યું હતું અને માતાજીની પ્રતિમા સુરક્ષિત સ્થળે મુકી હતી. સેલવાસના પીપરીયા વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડની બાજુમાં સરકારી જગ્યા પર લીમડાના ઝાડ નીચે બનાવવામાં આવેલા કાળી માતાના મંદિરને નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે હટાવવામાં આવ્યું હતું અને મંદીરમાંની માતાજીની મૂર્તિને બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.

પાલિકા ઇજનેરે જણાવ્યું કે, માતાજીની મુર્તિને બીજી સારી જગ્યા પર પ્રસ્થાપિત કરવા માટે સબંધિત વ્યક્તિઓ અને સંસ્થા ઈચ્છે તો અમારી પાસેથી લઇ જઈ શકે છે.જોકે પાલિકાના આ પગલા સામે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યા હતું કે, આ મંદિર પાંચ વર્ષ પેહલા ફંડફાળો એકત્રિત કરી બનાવવામાં આવ્યુ હતું અને હાલમાં પાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના જ મંદિર હટાવી દીધું છે.

આ મંદિર અમારી આસ્થા સાથે જોડાયેલુ છે જેનું પણ ધ્યાન રાખવું જોઇતું હતું. સેલવાસમાં અનેક સ્થળે ધાર્મિક સ્થાળ સરકારી જમીન પર કે જાહેર માર્ગ પર દબાણ કરી વર્ષોથી છે છતાં એવા ધાર્મિક સ્થળોને પાલિકા તંત્ર હાથ લગાવવાની હિંમત નથી કરતી.

અન્ય સમાચારો પણ છે...