રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને SSIP દ્વારા રાજ્યમાં વિવિધ સરકારી વિભાગો તથા ઔદ્યોગિક એકમોના ટેકનિકલ તથા નોન ટેકનિકલ પ્રોબ્લેમ્સ અન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ સોલ્યુશન મળી શકે તે ઉદ્દેશથી સ્ટેટ લેવલની હેકાથોનમાં ફુલોના રિસાઇક્લિંગમાંથી મોસ્ક્વિટો રેપેલન્ટ બનાવનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની 2 ટીમે ડંકો વગાડી વલસાડનું નામ રોશન કર્યું છે.
વલસાડ ગવર્નમેન્ટ એન્જિ. કોલેજના આચાર્ય ડો. વી. એસ. પુરાણી દ્વારા વિધ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેમિકલ વિભાગના સ્ટુડન્ટ્સ આદિત્ય સપકલ, શ્રેય બરસવાડે, કિર્તી બોબરે, વિરલ પટેલ, વિપરાજ સિંગ તથા આલોક સિંગ અને પલક મુંજાણીની ટીમને અધ્યાપક ડો. સંજય શ્રીવાસ્તવ દ્વારા ગાઈડ કરાયા હતા. આ ટીમ દ્વારા દ્વારકા મામલતદાર ઓફિસ દ્વારા રજૂ કરવામાં આવેલ “મંદીર માં ચડાવવામાં આવતા ફૂલોના રીસાયકલિંગ” ના પ્રોબ્લેમ પર રીસર્ચ કાર્ય કરવામાં આવ્યું હતું.
આ ફૂલો એકવાર ઉપયોગ માં લેવાઈ ગયા બાદ તેમાંથી મોસક્વિટો રીપેલેન્ટ બનાવી ફૂલોના રીસાયકલિંગનો પ્રોબ્લેમ સોલ્વ કરી બતાવ્યો હતો. હેકાથોન એક્સપર્ટ કમિટીને રાજ્યભરની ટીમોએ દર્શાવેલા સોલ્યુશન પૈકી વલસાડની ટીમે રજૂ કરેલું સોલ્યુશન શ્રેષ્ઠ જણાતા પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાઇ હતી.આ સિધ્ધિ બદલ સરકાર રૂ.5 હજારનું ઈનામ અપાશે.વધુમાં આ ટીમ પૂનાની પ્રખ્યાત MIT એકેડેમી ઓફ એન્જિનિયરીંગ દ્વારા આયોજિત નેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પિટિશનમાં પણ બેસ્ટ પોસ્ટર તરીકે વિજેતા જાહેર થઇ હતી.
એનર્જી સોલ્યુશનના રિસર્ચમાં પણ ડંકો
વલસાડ ગર્વ.એન્જિ.કોલેજની બીજી ટીમ દ્વારા રાજયના Agriculture, Farmers Welfare & Co-operation Department દ્વારા રજુ કરાયેલા બાયોમાસ બેઝ્ડ એનર્જી સોલ્યુશન પર સંશોધન માટે કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ જસમીત કોર, વિરલ પટેલ, આલોક સિંહ અને પ્રતિક લિંબાચીયાની ટીમે પ્રોફ. રાહુલ પ્રજાપતિ દ્વારા ગાઈડ કરાયા હતા. ટીમ દ્વારા બાયોમાસમાથી વિવિધ કેમીકલ બનાવવાના ઇનોવેટિવ પ્રોજેક્ટને રાજ્ય સ્તરે ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.