1930માં મીઠાના સત્યાગ્રહ આંદોલનમાં વલસાડના દરિયા કાંઠાના ધરાસણા ગામનું પણ ઇતિહાસ જોડાયેલું છે.ધરાસણામાં અંગ્રેજોના વખતથી અગરિયાઓ દરિયાઇ કાંઠાની જમીનમાં મીઠાંનું ઉત્પાદન કરતા આવ્યા છતાં હાલે મીઠાનો લઘુ ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે.મીઠાંના ભાવ નહિ મળતાં ધરાસણાના મીઠાના અગરિયાઓ મુશ્કેલીમાં મૂકાયા છે.જેના પગલે અગરિયાઓ સરકાર દ્વારા યોગ્ય મદદ મળે તેવી માગ કરી રહ્યા છે.
અંગ્રેજોના સમયથી ધરાસણા ખાતે કાંઠાની બંજર 800 એકર જમીનમાં મીઠા ઉદ્યોગ ધમધમી રહ્યો હતો. પરંતુ હવે જમીનની લીઝ પૂર્ણ થઇ જતાં 2004થી લીઝ રિન્યુ થઇ નથી.હવે આઝાદીના 75 વર્ષ બાદ અહિના અગરિયાઓ તેમની લીઝ રિન્યુઅલ કરાવવા અને મીઠા ઉદ્યોગને ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા મીઠું પકવવા આપેલી જમીન લિઝમાં આપવાની બંધ કરી દેતા અગરિયાઓની હાલત કફોકડી બની છે.
મીઠા લઘુઉદ્યોગ ભૂતકાળ બનશે? વાવાઝોડાં,ચક્રવાતમાં નુકસાનીનો સર્વે કરવા છતા વળતર નથી મળતું ધરાસણાના અગરિયાઓને વાવાઝોડામાં ઘણુ નુકસાન થતું રહે છે. સરકાર પણ વાવાઝોડામાં ખેતીવાડી,ઘરોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે છે.ધરાસણાના મીઠાને થયેલા નુકસાનનું સર્વે તો થાય છે પરંતુ અગરિયાઓને વળતર મળતું નથી.
સરકાર ટેકાના ભાવો નક્કી કરે
સરકાર લઘુ ઉદ્યોગોને બેઠા કરવા વિવિધ યોજનાઓ અમલમાં મુકે છે.ત્યારે મીઠા ઉદ્યોગ માટે પણ મદદરૂપ થાય તેવી અગરિયાઓએ માગ કરી છે.આ જ મીઠુ મોલમાં અને અન્ય દુકાનોમાં કિલોના રૂ.25ના ભાવે વેચાય છે. સરકાર ટેકાના ભાવ આપે તે જરૂરી છે.
જમીનની લીઝ રિન્યુ ન કરાતા મુશ્કેલી વધી
અંગ્રેજોના સમયથી ધરાસણાના અગરિયાઓ મીઠુ પકવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દરેક ઘરના રસોડામાં રસોઈ માટે જરૂરી મિઠાનું ઉત્પાદન કરનારા અગરિયાની હાલત કફોડી બની છે. સરકારે 700 એકર જમીનની લીઝ રિન્યુ ન કરતા મુશ્કેલી વધી છે.
કંપનીઓ- કોન્ટ્રાકટરો જ વધુ કમાય છે
મીઠાના ઠેકેદારો અને દૈનિક 1 હજાર ટન મીઠું પેક કરતી રિફાઈનરીના માલિકો જેટલા પૈસા કમાય છે. તેટલા અગરિયાઓ કમાઇ શકતા નથી.મીઠું ઉત્પાદન કરનારા અને મીઠું પેક કરીને વેચનારા વચ્ચેની કમાણીનો ફરક સ્પષ્ટ દેખાય છે.> જયંતિ પટેલ, અગરિયા,ધરાસણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.