વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો નિર્ભય બની મતદાન કરી શકે અને કોઈપણ અસામાજિક તત્વો ચૂંટણી દરમિયાન કાંકરી ચાળો ન કરી શકે તે માટે ગ્રામપંચાયતના ઉમેદવારો અને ગામના અગ્રણીઓ સાથે એક લોકદરબરનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લાના તમામ લોકોને ભયમુક્ત વર્તવારણમાં મતદારો મતદાન કરે તેમ અપીલ કરવામાં આવી હતી. મતદારોને ઘરની બહાર આવી મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપ ઝાલા એ જિલ્લાના ગામોની મુલાકાત લીધી હતી. ગામના ઉમેદવારો અને અગ્રણીઓને ગ્રામપંચાયતની ચૂંટણી કોઈપણ વિવાદ કે ઘર્ષણ વગર પૂર્ણ કરવા અને ચૂંટણીમાં ભાગ લેવા સૂચનો કર્યા હતા. ચૂંટણી લક્ષી કામો હાથ ધર્યા ગામોમાં જઈને લોક દરબાર યોજી ને લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા SPએ લોકો સાથે વાત સાંભળી પોલીસને લગતા કામો વિસે ચર્ચા કરી હતી. પોલીસ લોકોની રક્ષા કરવા માટે છે. લોકોને પોલીસને લગતી સમસ્યાનું ઝડપી નિરાકરણ કરવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે ગામમાં સમયસર પોલીસ પેટ્રોલિંગ વધુ થાય લોકોને પોલીસને લાગતા કામો તાત્કાલિક થાયતે માટે ચર્ચા કરી હતી.
લોકદરબરમાં ચૂંટણી શાંતિમય માહોલ યોજાય ગામમાં અસામાજિક તત્વો પર રોક લાગે અને ચૂંટણીમાં ગામોમાં લોકો હળીમળીને રહે તે હેતુ સર લોકોને આશ્વાસન આપી લોકોની પડખે રહી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરતી આવી છે. જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલાએ વલસાડ જિલ્લાના કોસંબા, પારનેરા, છરવાડા, ઉદવાડા, નારગોલ, ડહેલી, માંડવા, નાનાપોઢા ,ખારવેલ, કોચરવા, અને વટાર ગામની મુલાકાત કરી જેમાં સ્થાનિક પોલીસ અધિકારી અને ડી વાય એસ પી ઓએ હાજરી આપી હતી અને ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે પોલીસ લોકદરબરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબરમાં ગ્રામપંચાયતની ચૂંટણી ભય મુક્ત રહીને મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં જિલ્લાનું સૌથી વધુ મતદાન થાય તેવી મતદારોને અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.