તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક અદાલત:કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા માટે 10 એપ્રિલે વલસાડ જિલ્લા અને તાલુકા કક્ષાએ લોક અદાલત યોજાશે

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોક અદાલતમાં સમાધાન લાયક કેસ લેવામા આવશે

વલસાડ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા ૫ડતર કેસોનું ભારણ ઘટાડવા માટે કોર્ટમાં દાખલ થયેલા કેસોના સમાધાનથી નિકાલ કરવાના હેતુસર પ્રિન્‍સિપલ એન્‍ડ ડિસ્‍ટ્રિકટ જજ એમ.કે.દવેના માર્ગદર્શન હેઠળ આગામી તા.10 એપ્રિલના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાએ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સુપ્રિમ કોર્ટના આદેશથી રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સમયાંતરે લોકોને ઝડપી અને અસરકારક ન્‍યાય અપાવવા સમયાંતરે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે, અને આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી તેમજ દિવાની કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્‍યાય આપવા પ્રયાસ થતા હોય છે.

આ લોક અદાલતમાં લગ્ન વિષયક, કૌટુંબિક કેસ, ભરણપોષણ, હિન્‍દુ લગ્નધારા હેઠળના કેસ, અકસ્‍માત વળતરને લગતા કેસ, મજૂર કાયદાને લગતા કેસ, દિવાની દાવા જેમાં ભાડા, બેન્‍ક અને વીજળી બીલ તેમજ પ્રિલીટીગેશન વગેરે સમાધાન લાયક કેસ લેવામાં આવશે, એમ વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એમ.બી.ઘાસુરા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો