તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વલસાડના પારડી વિસ્તારમાં મોબાઈલ ટાવરના વિરોધમાં સ્થાનિક લોકોનો હંગામો

વલસાડ5 દિવસ પહેલા
 • પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મામલાને શાંત પાડ્યો

વલસાડ પારડી કોચર ફળિયા ખાતે ખાનગી કંપની નો 4g મોબાઈલ ટાવર ની કામગીરી શરૂ કરાતા સ્થાનિક મહિલાઓ તથા સ્થાનિક લોકો દ્રારા હોબાળો મચાવી કામગીરી બંધ કરાવી હતી.

રહેણાંક વિસ્તારમાં ટાવર નું કામ જમીન માંલિક અને મોબાઈલ ટાવર કંપની દ્રારા શરૂ કરી દેવાતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો મોબાઈલ ટાવરના રેડિયેશન થી સ્થાનિક લોકોના સ્વાસ્થ ભારે અસર થતી હોવાના કારણે વિરોધ કરવામાં આવ્યો હતો.

50 મીટર ના અંતર પર થોડા સમય પહેલાં 4g ટાવર બનાવામાં આવ્યો હતો ફરી બીજો ટાવર નું કામ શરૂ થતાં લોકોએ વિરોધ કર્યો હતો સ્થાનિકો દ્રારા બીજો મોબાઈલ ટાવર ન બને તે માટે વલસાડ નગર પાલિકા રજુઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં મોબાઈલ ટાવર નું કામ શરૂ થતાં સ્થાનિકો દ્રારા હોબાળો મચાવી કામગીરી બંધ કરવામાં આવી હતી સ્થાનિકોના હોબાળા ની જાણ સીટી પોલીસ ની ટીમ તથા પાલિકાના સભ્યો ને થતા ઘટના સ્થળે પોહચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો