જમીનની માગ:દાનહના ખડોલી ગામથી પસાર થનાર હાઇવે સામે સ્થાનિકોનો વિરોધ

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની વળતર નહી જમીનની જગ્યાએ જમીનની માગ કરાઇ

દાનહના સુરંગી ખડોલીથી વેલુગામ થઇ સીધો મહારાષ્ટ્ર તરફ નવો હાઇવે પસાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડની ફાળવણી કરવામાં આવી છે પરંતુ કેટલાક પરિવારોને યોગ્ય વળતર ન મળતા અને જમીનની જગ્યાએ જમીનની માંગણી પુરી ન કરાતા ખડોલી ગામના કારભારીપાડામાં રહેતા 10થી વધુ પરિવારોએ આ હાઈવેનો વિરોધ કર્યો છે.

એક તરફ ગુજરાતમાં એકસપ્રેસે હાઇવે માટે સરકારે જે પણ ગામમાં જમીન સંપાદન કરી તેમાં જમીન માલિકોને અધધ કહી શકાય એટલું વળતર આપ્યું હોય જમીન માલિકો માલામાલ થઇ ગયા છે. બીજી તરફ સંઘ પ્રદેશ દાનહમાં સુરંગી ખડોલીથી વેલુગામ થઇ સીધો મહારાષ્ટ્ર તરફ નવો હાઇવે પસાર કરવા માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી ફંડની ફાળવણી કરવામાં આવી છે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે ગામમાંથી આ હાઇવે પસાર થવાનો છે અ ગામના જમીન માલિકોને યોગ્ય વળતર આપ્યું નથી કે જમીનની સામે કોઇ જમીન ફાળવી ન હોવાથી ગ્રામજનોમાં આ સૂચિત હાઇવે સામે ભારે રોષ છે અને હાઇવેનો વિરોધ કરી રહ્યા છે.

આ અંગે સુરંગી-ખડોલી ગામના સરપંચે જિલ્લા પંચાયતની ટીમને રજુઆત કરતા જિ.પં.ઉપપ્રમુખ દિપક પ્રધાન અને સભ્ય વિપુલ ભુસારાએ ખડોલી ગામના કારભારીપાડાના સ્થાનિકોની મુલાકાત લીધી હતી અને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ હાલમાં એક જ માગ કરી છે કે, અહીંથી હાઇવે પસાર ન થવા દઈએ.તેમના ઘરો તોડીને જો રસ્તો લઇ જવા માગતા હોય તો એ ન થવા દઈએ. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રધાને જણાવ્યું કે. આ અંગે કલેક્ટરને મળી જેટલા પરિવારના લોકો છે તેઓને એમનાં ઘરની જે જગ્યા છે એની જગ્યાએ બીજી જગ્યા પર જગ્યા ફાળવવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે એવી રજુઆત કરવામાં આવશે.હાલમાં તો ગ્રામજનોએ અમને વળતર ન જોઈએ. જગ્યાની જગ્યાએ જ મળે એવી માગ કરી રહ્યા છે.

લોકોના ઘર હાઇવેમાં જશે તો ઘર વિહોણા થશે
દિપક પ્રધાન અને એમની ટીમે ગામના લોકોની મુલાકાત લેવા દરમ્યાનએ પણ ધ્યાનમાં આવ્યુ કે, ત્રણ ઘરો તો પ્રશાસને ઇન્દિરા આવાસ બનાવી આપવામાં આવેલા છે અને બીજા લગભગ 10 ઘરના લોકોનું જે પ્રશાસન દ્વારા વળતર આપવા માટે લીસ્ટ બનાવવામાં આવેલું છે એમાં તેઓનું નામ જ નથી. તો કેટલાક એવા લોકો પણ છે કે જો એમનું અહીંનું ઘર તુટી જશે તો બીજે કશે પણ તેઓ પાસે ઘર બનાવવા જગ્યા જ નથી

અન્ય સમાચારો પણ છે...