વલસાડ અને નવસારીના બીલીમોરા તાલુકાની હદમાં ચાલી રહેલી રેતીની લીઝમાં બહારથી ભારે વાહનો લાવવામાં આવતા સ્થાનિક લોકોએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો. વાહનો રોકવામાં આવતા ઉગ્ર બોલાચાલીના દૃશ્યો જોવા મળ્યા હતા ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. લીઝધારક ભાજપના નેતાનું નામ લઈ ધમકાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોની રોજગારી છીનવાતી હોવાની રજૂઆત
વલસાડ અને નવસારીના બીલીમોરા તાલુકામાં દરિયાકિનારે ચાલતા રેત ખનનમાં સ્થાનિક ગામના લોકો પોતાના વાહનો ચલાવી રોજગારી મેળવતા રહ્યા છે. પરંતુ, હાલ લીઝધારક દ્વારા બહારથી મોટા વાહનો લાવતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
ભારે વાહનના કારણે રસ્તાને નુકસાન થતું હોવાનો આક્ષેપ
સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રેતી વહનમાં ભારે વાહનો ચલાવવામાં આવતા ગામના રસ્તાઓને ભારે નુકસાન પહોંચતું હોવાની પણ ગામલોકોએ રજૂઆત કરી છે. આજે ગામલોકોએ ભારે વાહનો રોકીનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે લીઝધારક અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જાવા મળ્યા હતા.
ભાજપના નેતાનું નામ લઈ ગામલોકોને ડાટી મરાતી હોવાનો આક્ષેપ
ગામલોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જેના દ્વારા રેતીનુ ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે તે ભાજપના નેતાનું નામ લઈ ડાટી મારતા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.