વલસાડ શહેરના ભગડાવાડા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની બુમરાણ મચી છે. કોઈપણ આગોતરી જાણ કર્યા વગર પાણી કાપ મુકાતા સ્થાનિક લોકોની હાલત કફોલિ બની છે.
સરદાર હાઇટ્સ ખાતે GWSSB દ્વારા રોજના 6 લાખ લીટર પાણીનો પુરવઠો આપવામાં આવતો હતો છેલ્લા ત્રણ દિવસથી નવા નિમાયેલા પ્રમૂખ સહિત કોઈપણ હોદ્દેદારોને GWSSB દ્વારા કોઈપણ જાણ કર્યા વિના અધિકારીઓએ અચાનક પાણી ઉપર કાપ મુકી દીધો છે. જેને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. નવા ચૂંટાયેલા પ્રમુખ જીતેન સુરતીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો દ્વારા સ્થાનિક લોકોને આ પરિસ્થિતિમાં સાથ આપવા અપીલ કરી છે. હજુ સુધી પૂર્વ પ્રમુખ દ્વારા કોઈપણ ચાર્જ નવી કમિટીને સોપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે વહેલી તકે પાણીની સમસ્યા નિવારવા માટે નવી બોડી કામ કરી રહી હોવાનું નવા સરદાર હાઇટ્સના નવા પ્રમુખે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.