તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Locals Demand Not To Close Umargam Railway Station Gate For Repair Work For A Week, Sent An Application Letter To The Station Master

રજૂઆત:ઉમરગામ રેલવે સ્ટેશનનું ફાટક અઠવાડિયા માટે રીપેરીંગ કામ માટે બંધ ના કરવા સ્થાનિક લોકોની માગ, સ્ટેશન માસ્તરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રીજની કામગીરીના અન્ય એક ફાટક બંધ હોવાથી આ ફાટક ચાલુ રાખવા માગ

વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પાસે આવેલો રેલવે ફાટક ન. 67ને 30 ઓગષ્ટથી 8 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કર્તાની સાથે સ્થાનિક લોકોમાં વિરોધની લાગણી જોવા મળી છે. ઉમરગામ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ફાટક ન. 66 નંબરના રેલવે ફાટક ઉપર રેલવે ઓવર બ્રિજ બનવાની કામગીરીને લઈને તે ફાટક છેલ્લા 24 મહિનાથી બંધ છે. જેને લઈને સ્થાનિક લોકોએ હાલ 5 કિલોમીટરનો ફેરવો થઈ રહ્યો છે. ફાટક ન.66 જો 30 ઓગષ્ટથી બંધ થશે તો વાહન ચાલકોને 15 કિલોમીટરથી વધારેનો ફેરો પડે તેમ હોવાથી સ્થાનિક આગેવાનોએ ઉમરગામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને આવેદન પત્ર પાઠવી રેલવે ફાટકની મરામત કામગીરી ડીલે કરવાં માંગ કરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર ગત બે વર્ષથી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છેં. જેથી લોકો 4 કિલો મીટર દૂર અન્ય ફાટકનો ઉપયોગ કરે છેં. રેલવે તંત્ર દ્વારા આગામી 30મી ઓગષ્ટથી ગંગા દેવીનો રેલવે ફાટક પણ અઠવાડિયાં માટે બંધ કરવાની જાણ કરતા લોકો રોષની લાગણી જોવા મળી હતી. પેટ્રોલની મોંઘવારી વચ્ચેઆ ફાટક બંધ થાય તો રોજના 20હજારથી વધુ કામદારો અને અને સ્થાનિક લોકોને 30 કિલો મીટરનો ચકરાવો લેવો પડે તેમ છે. શાળામાં અભ્યાસ બાળકો અને કામદારો અને અન્ય વાહન ચાલકો મળી 20 હજાર લોકો માટે મોટી હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. જે ગંગા દેવીનો ફાટક રેલવે સમારકામ કરવા બંધ અઠવાડિયાં માટે કરવા માંગે છે. તે 3 મહિના અગાઉ પણ સમારકામ માટે બંધ કરાયો હતો. હાલ ગ્રામ પંચાયત સહિત અન્ય એસોસિએશન દ્વારા મોંઘવારીમાં ફાટક નહીં બંધ કરવા આવેદન પત્ર આપી વિરોધ ની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...