તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વલસાડ શહેરના તિથલ રોડ પર ખોદકામના કારણે લોકોને પીવાના પાણીના ફાંફા, સ્થાનિકોએ કલેક્ટરને આવેદન આપ્યું

વલસાડ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખોદકામના કારણે અવારનવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાય છે
 • આ વિસ્તારની 10થી વધારે સોસાયટીઓના આશરે 2000 લોકોને પીવાના પાણીથી વંચિત રહેવું પડે છે.
 • લોકોએ નગરપાલિકા અને R એન્ડ B વિભાગને વારંવાર રજૂઆતો કરાવા છતા પણ કોઈ નિવેડો ન આવતા, કંટાળીને લોકો આખરે કલેક્ટર કચેરીએ પહોંચ્યા

વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલા વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામકાજ દરમિયાન જેસીબી મશીનથી ખોદકામ કરાતું રહે છે, જેને કારણે તે વિસ્તારની પાણીની પાઈપલાઈનોમાં અવાર નવાર ભંગાણ સર્જાતું રહે છે. જેના કારણે સ્થાનિકોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થતી રહે છે. આજે આ વાતથી કંટાળીને લોકો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા.

સ્થાનિકો પીવાના પાણીથી વંચિત

વલસાડના તિથલ રોડ પર આવેલા શાંતિ નગર, શક્તિનગર,પ્રમુખપાર્ક સહિત આસપાસના વિસ્તારોની 10 જેટલી સોસયટીઓમાં 2000થી વધારે પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારના લોકો એ વિધિવત રીતે ફી ભરી અને વલસાડ નગરપાલિકાના પીવાના પાણીના કનેક્શન પણ લીધા છે. તેમ છતાં છેલ્લા દોઢ વર્ષથી તિથલ રોડ પર આર એન્ડ બી વિભાગ દ્વારા ચાલતા રસ્તાના કામગીરી દરમિયાન ખોદકામ વખતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે. જેના કારણે અનેક દિવસો સુધી સ્થાનિકોને પીવાના પાણીથી વંચિત રહેવુ પડે છે.

બહારથી પીવાનું પાણી મંગાવવાની ફરજ પડી

સ્થાનિકોને આશા હતી કે, આ કામ પછી ખોદકામ કરતુ વિભાગ પાણીની પાઈપ લાઈનનું સમારકામ કરી દેશે, પરંતુ તેમના દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોતી. જેના પરિણામે તમામ સુવિધાઓથી વંચિત રહીને રહીશોએ ફરજીયાત બહારથી પીવામાટે પાણીના બોટલો મંગાવવા પડે છે.

સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી

અત્યાર સુધી આ વિસ્તારના લોકોએ નગરપાલિકા અને આર એન્ડ બી વિભાગને રજૂઆતો કરી છે. પરંતુ તેમ છતાં કોઇ પણ નિવેડો ના આવતા નગરની મહિલાઓ અને લોકોએ સાથે મળીને કલેક્ટર કચેરીએ મોરચો બોલાવી દીધો હતો. ત્યાર પછી સ્થાનિકોએ વલસાડના કલેક્ટર આર.આર.રાવલને ત્યાં પહોંચીને આવેદન પત્ર આપી દીધુ હતું.

તેમણે પોતાની તમામ તકલીફો અંગે વિગતવાર કલેક્ટરને જાણ કરી હતી. કલેક્ટરે પણ લોકોની વાત સાંભળીને તેમની સમસ્યાઓની ગંભીરતાને સમજી હતી અને સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું. તેની સાથે કલેક્ટરે આ અંગે આગળ કાર્યવાહી કરશે તેવી ખાતરી પણ સ્થાનિકોને આપી હતી.

ReplyForward

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો