પ્લાસ્ટિક દાણાની આડમાં દારૂની હેરાફેરી:વલસાડની ધરમપુર ચોકડી પાસે ટેમ્પોમાં સુરત લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો, 2 વોન્ટેડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક દાણાની નીચે છુપાવેલી 2568 ઈંગ્લીશ દારૂની બોટલ કબજે કરવામાં આવી
  • પોલીસની ટીમે 1.51 લાખનો દારૂનો જથ્થો, 13.45 લાખના પ્લાસ્ટિકના દાણા અને ટેમ્પો મળી કુલ રૂ 22.96 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વલસાડ સીટી પોલીસની ટીમ ગણેશ ઉત્સવને લઈને પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મળેલી બાતમીના આધારે એક ટેમ્પો ન. DN-09-U-9239માં પ્લાસ્ટિકના દાણાની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ સીટી પોલીસનો ટીમે બાતમીવાળો ટેમ્પો આવતા હાઇવે જામ કરી ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 64 પેટીમાં 2568 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.51 લાખનો દારૂનો જથ્થો, 13.45 લાખના પ્લાસ્ટિકના દાણા અને ટેમ્પો મળી કુલ રૂ 22.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મથકે ગુનો નોંધી માલ ભરાવી આપનાર અને મંગાવનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

વલસાડ શહેરના ચાલતા ગણેશ ઉત્સવમાં લોકો શાંતિપૂર્ણ રીતે ઉત્સવ મનાવે તે માટે સીટી પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન સીટી PI દિપક ઢોલને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો ન. DN-09-U-9239માં પ્લાસ્ટિકના દાણાની આડમાં સુરત તરફ વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ સીટી PI અને તેમની ટીમ ધરમપુર ચોકડી પાસે બાતમી વાળો ટેમ્પો આવતા ધરમપુર ચોકડી પાસે હાઇવે જામ કરી ટેમ્પો અટકાવ્યો હતો.

ટેમ્પો અટકાવી ટેમ્પો પોલીસ જવાનોએ કોર્ડન કરીને ટેમ્પો ચાલક પાસે ટેમ્પો સાઈડ ઉપર લેવડાવી ટેમ્પો ચાલક મહેશ શિવાજી પવારને પૂછતાં ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા હોવાનું જણાવ્યું હતું. પોલીસ જવાનોએ ચેક કરતા 25 કિલોની 400 ગુણનીચેથી 63 પેટી દારૂની મળી આવી હતી. જેમાં 2568 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અને પ્લાસ્ટિકના દાણા 13.45 લાખ તેમજ ટેમ્પો મળી કુલ 22.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક મહેશ શિવાજી પવાર ની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો જથ્થો સુરતના રામ પાટીલ નામના ઇસમે ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. અને સુરત ખાતર બબન નામના ઇસમને દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. વલસાડ પોલીસે દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...