તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ-વાપી-સુરત-મુંબઇ વચ્ચે વર્ષોથી રોજીરોટી,વ્યવસાયો,ધંધા રોજગાર માટે ટ્રેનોમાં અપડાઉન કરતા પાસહોલ્ડરોની ટ્રેનો બંધ થવાના કારણે રોજી રોટી છીનવાઇ છતાં હજી રૂટિનની ટ્રેનો ચાલૂ ન કરાતા વલસાડ પાસહોલ્ડર એસોસિએશન પણ હવે રેલવે સામે મેદાને પડ્યું છે.પ્રથમ તબક્કામાં આ એસોસિએશનના સભ્યોએ રવિવારે વલસાડ ખાતે ARMને ઉદ્દેશી સ્ટેશન પ્રબંધક સમક્ષ આપવિતી વર્ણવી સવાર સાંજની મેમુ,શટલ સહિત લોકલ ટ્રેનો તાત્કાલિક શરૂ કરવા રેલવે તંત્રને ઘા નાખી છે.
અપડાઉન કરવામાં વાપી માટે ટ્રેનોમાં માસિક રૂ.185 અને મુંબઇના રૂ.600ના પાસના બદલે હવે ખાનગી અને પોતાના વાહનોમાં અપડાઉન કરવા માટે મહિને રૂ.3000 હજારનો ખર્ચ થતાં આ નોકરિયાતોના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આ સાથે મહારાષ્ટ્રના મુંબઇમાં જો લોકલ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી તો વલસાડ-વાપી-સુરત,મુંબઇ જતા પાસહોલ્ડરો માટે કેમ નિર્ણય લેવાતો નથી તેવો પ્રશ્ન વલસાડ પાસ હોલ્ડર એસોસિએશને વલસાડ રેલવે પ્રશાસન સમક્ષ ઉઠાવ્યો છે.એસોસિએશનના પ્રસિડન્ટ ડેનિશ વાઇસપ્રસિડન્ટ અને સેક્રેટરી સહિત હોદ્દેદારોએ એઆરએમને ઉદ્દેશીને તેમની વ્યથા યોગ્ય તર્ક સાથે રજૂ કરી સ્ટેશન પ્રબંધક રમણલાલ કે.ને કરી હતી.જેમાં રોજની લાઇફલાઇન ગણાતી ટ્રેનો તાત્કાલિક શરૂ કરવા માગણી કરાઇ હતી.
પાસહોલ્ડરોના મુદ્દા
કંપનીઓએ કોવિડમાં 20થી 25 ટકા પગાર ઘટાડી દીધો
પાસહોલ્ડરોને ખાનગી વાહનોનો ખર્ચ પોસાતો નથી
માસિક પગાર 10થી 12 હજાર વચ્ચે- ખાનગી વાહનોની મુસાફરીમાં 3 હજારનો ખર્ચ થાય છે
કંપનીઓ મુસાફરી ભથ્થું આપતી નથી,પરિવારનું ગુજરાન મુશ્કેલ { સવારે અને સાંજની મેમુ,શટર, લોકલ ટ્રેનો શરૂ ન કરાય તો આર્થિક પાયમાલી
રિઝર્વેશન ટિકિટનો ખર્ચ પરવડે તેમ નથી
પાસ હોલ્ડરોએ જણાવ્યું કે,વલસાડથી બિઝનેસ,જોબ માટે હજારો પાસહોલ્ડરો વાપી,મુંબઇ,સુરત જવા માટે કચ્છ એક્સપ્રેસ,ફલાઇંગરાણી અને સવારની શટલમાં અપડાઉન કરે છે.પરંતુ ટ્રેનો બંધ થતાં હવે સ્પે. ટ્રેનો દોડાવાઇ રહી છે તેમાં પાસ હોલ્ડરોને પ્રવેશ નથી, રિઝર્વેશન કરી મુસાફરી કરવાનો ખર્ચ જોબધારકોને પરવડે તેમ નથી.
પાસહોલ્ડરો જીવના જોખમે અપડાઉન
વલસાડ,સુરત,વાપી,ઉમરગામ અને મુંબઇ સુધી નોકરી માટે હજારો પાસ ધારકોને સ્પે.ટ્રેનોમાં સિઝન ટિકિટ પર મુસાફરી કરવા નહિ દેવાતાં નેશનલ હાઇવેથી દિવસ, રાત મધરાત સુધી જીવના જોખમે અપડાઉન કરી રહ્યા છે. જેથી રેલવે પ્રશાસન પાસધારકો માટે ટ્રેનો શરૂ કરે તેવી પ્રબળ માગ કરાઇ રહી છે. - નિષિથ એન્જિનીયર,પ્રમુખ,દ.ગુ.પાસ હોલ્ડર એસો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.