તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની રિએન્ટ્રી:જિલ્લામાં હળવા વરસાદનો માહોલ, ઉમરગામમાં 1 ઇંચ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરમાં પોણો ઇંચ, પારડી, વલસાડ અને વાપીમાં ઝાપટા

વલસાડ જિલ્લામાં શનિવારે મેઘરાજાની રિએન્ટ્રી થયા બાદ રવિવારે પણ હળવા વરસાદનો માહોલ રહ્યો હતો.ઉમરગામ તાલુકામાં 1 ઇંચ અને ધરમપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.જ્યારે અન્ય તાલુકામાં વરસાદી હળવા ભારે ઝાંપટા સાથે હેલી થઇ હતી.

જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ છેલ્લા બે દિવસથી ફરી ચોમાસું જામી રહ્યું છે.વરસાદના અભાવે ડાંગરની વાવણી ખોરંભે પડી હતી.જેના કારણે ધરતીપૂત્રો ટેન્શનમાં હતા.પરંતુ શનિવારે ખેડૂતોની ધીરજનો અંત આવ્યો હતો.જેમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થતાં પાણી પાણી થઇ ગયા હતા.બીજી તરફ રવિવારે પણ જિલ્લામાં આકાશ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.જેમાં ઉમરગામ તાલુકામાં 1 ઇંચ,ધરમપુર તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ,વાપી,પારડી શહેરમાં પણ દિવસ દરમિયાન વરસાદી છુટાછવાયા વરસાદી ઝાંપટા પડ્યા હતા.

ભારે વરસાદની આગાહી, એલર્ટના પગલે વલસાડમાં NDRF ટીમ તૈનાત
વલસાડ જિલ્લામાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ટીમ બોલાવાઇ છે. NDRFની ટીમે વલસાડ આરંગાનદી, તિથલ, કાશ્મીર નગર સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.તંત્રએ પંચાયતો, મામલતદારને પણ સ્થિતિ પર નજર રાખવા તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...