રાજ્ય હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી તા.16મી માર્ચથી તા.19 માર્ચ માર્ચ 2023 દરમ્યાન વલસાડ જિલ્લામાં આકાશ મહદઅંશે વાદળછાયુ રહેવાની અને હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે, જે પરિસ્થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂરી છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતો અને APMC માર્કેટમાં વેપારીઓને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવાયું છે. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે. APMCમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમ્યાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયુ છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ/ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી/ કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18001801551 ઉપર સંપર્ક સાધવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.