તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન ખોરવાયું:ઓછી વેક્સિન, વધુ લોકો: આખરે ટોકન સિસ્ટમની નોબત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લામાં 14 હજારની પ્રતિદિન જરૂરિયાત સામે માત્ર 60 ટકા જથ્થો ફાળવાતા  અફરાતફરી - Divya Bhaskar
વલસાડ જિલ્લામાં 14 હજારની પ્રતિદિન જરૂરિયાત સામે માત્ર 60 ટકા જથ્થો ફાળવાતા અફરાતફરી
  • વોક-ઇનમાં કલાકોમાં વેક્સિન સ્ટોક આઉટ
  • ઓનલાઇનમાં નિયત સંખ્યા હોવાથી ભીડ અને જીભાજોડીથી મુક્તિ હતી, હવે ભીડનો સામનો કરવા સ્ટાફને નવ નેજાં પાણી

શનિવારે પણ રસીકેન્દ્રો ઉપર સવારે 8 વાગ્યાથી જ લોકોની ભીડ જામવા માડતા અને તેમાં વળી ઓછી વેક્સિનના કારણે સર્જાતા રોષને જોતાં સ્ટાફને હવે વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ લાગૂ કરવાની નોબત આવી છે. જિલ્લામાં દૈનિક 14 હજારનો ટાર્ગેટે નક્કી કર્યા બાદ 40 ટકા જથ્થો ઓછો મળતાં માથાનો દુ:ખાવો શરૂ થયો છે. છેલ્લા 3 દિવસથી સતત વેક્સિનનો જથ્થો ટાર્ગેટ મુજબ ન મળતાં મુશ્કેલી સર્જાઇ રહી છે.

જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા 21 જૂનથી વોકઇન એટલે કે સ્પોટ રજિસ્ટ્રેશનની કામગીરીનો મોટાપાયે પ્રારંભ તો કરી દીધો પરંતુ હવે તે ભારે પડી રહ્યો છે. આરોગ્ય વિભાગે જિલ્લાના ધરમપુર, પારડી, વલસાડ, વાપી, ઉમરગામ અને કપરાડા તાલુકામાં આવેલા 51 જેટલા પીએચસી કેન્દ્રો, 10 સીએચસી કેન્દ્રો, સબ સેન્ટરો, સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના અને કેમ્પો મારફતે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે 21 જૂન યોગદિને વિપુલ પ્રમાણમાં એટલે કે જિલ્લાના ટાર્ગેટથી પણ વધુ 108 ટકા વેક્સિનેશન કરવામાં જિલ્લા આરોગ્ય વિભાગે સફળતા પ્રાપ્ત કરી હતી.

પરંતુું ત્યારબાદના બીજા દિવસથી આજ સુધી ટાર્ગેટ મુજબનો વેક્સિનનો જથ્થો આવતો બંધ થઇ જતાં દિનપ્રતિદિન લોકોની રસીકરણ માટે વધતી સંખ્યાને લઇ ચિંતાનો માહોલ સર્જાયો છે. લોકોનો રોષના કારણે રસીકરણ કેન્દ્રો ઉપર નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને લોકોના સવાલોનો જવાબ આપતા રોષનો સામનો કરવો પડ્યો છે. હવે ટોકન સિસ્ટમથી વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

140 રસી કેન્દ્રોમાં વિભાગે કેન્દ્ર દીઠ 100 વેક્સિનનું નક્કી કર્યું હતું જે ખોરવાયું
21 જૂન પહેલા આરોગ્ય તંત્ર વલસાડ, પારડી, ધરમપુર, વાપી, ઉમરગામ અને કપરાડા તાલુકાના 51 પીએચસી, 10 સીએચસી, સરકારી દવાખાના, સિવિલ હોસ્પિટલો, પ્રાથમિક શાળાના કુલ 140 કેન્દ્રો ઉપર વેક્સિનની વ્યવસ્થા ગોઠ‌‌વી હતી. પ્રતિ કેન્દ્રને 100 વેક્સિન ફાળવવા અને દૈનિક 14 હજારનું વેક્સિનેશન કરાવવાનું ટાર્ગેટ નક્કી કરાયું હતું, પંરંતુ હવે 40 ટકા વેક્સિનનો જથ્થો ઓછો મળતાં અગાઉની વ્યવસ્થા નિષ્ફળ ગઇ છે.

18+માં અત્યાર સુધી જિલ્લામાં 14% વેક્સિનેશન

ફેઝકેટેગરીટાર્ગેટએચિવમેન્ટટકા
ફેઝ થર્ડ1st ડોઝ 45 પ્લસ51805725403149
2nd ડોઝ 45 પ્લસ25403111410445
1st ડોઝ 18 પ્લસ87383611935014

ટોકન સિસ્ટમથી વહેલા તે પહેલાંના ધોરણે રસી

વલસાડના વેક્સિનેશન કેન્દ્રોમાં લોકોનો ભારે ધસારો થતાં સ્ટારને નવનેજા પાણી ઉતરી રહ્યા છે.જેના કારણે હવે ટોકન સિસ્ટમ શરૂ કરાઇ છે.જે લોકોને વહેલા તે પહેલાંના ધોરણે વેક્સિનેશન કરાઇ રહ્યું છે.ત્યારબાદ બીજા દિવસે જે લોકો વહેલા આવી જાય તેને રસીનો જેટલો જથ્થો મળ્યો તેની ગણતરીના આધારે ટોકનો ફાળવી દીઘા બાદ બાકીનાને બીજા દિવસે આ જ સિસ્ટમથી ટોકન મેળવી લેવા જણાવાઇ રહ્યું છે.100 રસી આવી હોય તો 100 ટોકન આપી દીધાં બાદ બાકી રહેલાના બીજા દિવસે આવી ટોકન લેવું પડશે.​​​​​​​

હાલમાં દૈનિક માગ સામે લાભાર્થીઓની સંખ્યા 3 ગણી વધુ
કેન્દ્ર મુજબ વેક્સિનનો જથ્થો અંદાજિત ધોરણે આપી રહ્યું છે.જેને લઇ વેક્સિનની માગ સામે લાભાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી જતાં વેક્સિન પૂરી થઇ જતાં લોકોની તત્પરતાને લઇ આક્રોશનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યાં 300ની જરૂરિયાત છે ત્યાં 100 વેક્સિન મળે છે.

અગાઉની ઓનલાઇન સ્લોટ રજિસ્ટ્રેશન સિસ્ટિમ જ સારી હતી
એક લાભાર્થીએ જણાવ્યું કે,અગાઉ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી સ્લોટ મેળવવાની સિસ્ટમ જ સારી હતી.કારણ કે હવે તો વોક ઇન વેક્સિનેશનમાં તો જથ્થો ઓછો અને તેમાં 18 પ્લસ,45 પ્લસ,60 પ્લસના તમામ સ્પોટ રજિસ્ટ્રેશન માટે ધસારો થઇ રહ્યો છે.રસી પૂરી થઇ જાય પછી બીજા દિવસે પણ મળશે કે કેમ તે નક્કી નથી.

અન્ય સમાચારો પણ છે...