ભયનો માહોલ:વલસાડ તાલુકાના ભદેલી જગાલાલામાં દીપડો દેખાયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે એક દુકાનદારે જોયો હોવાનો દાવો

વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામમાં સોમવારે સાંજે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ ભદેલી જગાલાલા ગામે એક દુકાનદાર દિપક પટેલે સાંજે 6 કલાકે જૂના બંડારવાડ વિસ્તારમાં એક દીપડાને જોતા તેણે ગ્રામજનોને આ અંગે જાણ કતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.

આ અંગે ગામના અગ્રણીઓ દ્વારા જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ભૂતકાળમાં વલસાડ તાલુકાના પરિયા,અંબાચ સહિતના અનેક ગામોમાંથી દીપડા પકડાયાના અને દેખાયાના બનાવો બન્યા છે.

ભદેલી જગાલાલા કોસ્ટલ હાઈવેને લાગૂ ગામ હોવાથી અહીં વાહનોની સતત અવર જવર રહે છે. ખાસ કરીને ગામના લોકો બહાર નોકરીએથી સાંજે પરત ફરત હોય ત્યારે આ દિપડો દેખાવવાની વાને લઈ તેઓમાં પણ ગભરાટ ફેલાયેલો છે. જંગલ ખાતા દ્વારા પાંજરૂ મુકવામાં આવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...