તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલ્યો:વલસાડ હરિયા ગામના આયુર્વેદિક તબીબના અપહરણની ઘટના બાદ 11 મહિના પછી LCBની ટીમે 4 આરોપીને ઝડપી પાડયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસ પહેલા અપહરણની ઘટનાનું પ્લાનિંગ અને રેકી કરી હતી
  • ઘટનાનું મીડિયામાં કવરેજ અને પોલીસની નાકાબંધી જોઈ આરોપીઓ ગભરાઈ ડોક્ટરને નગ્ન હાલતમાં મુક્ત કર્યા
  • સાઉથના મુવી અને ક્રાઈમ પેટ્રોલ સાથે બેસી જોતા અને અપહરણનો પ્લાન બનાવ્યો

વલસાડ હરિયા ગામમાં રહેતા આયુર્વેદિક ડોક્ટર પાસે રૂપિયા પડાવવાની લાલચમાં અટાર વૃદ્ધાશ્રમ પાસે ડોકટકરની મોપેડ અટકાવી ડોક્ટરનું કારમાં અપહરણ કરી ગયા હતા. ડોક્ટરના પરિવાર પાસે કરોડ રૂપિયાનો ખડની માંગવામાં આવી હતી. ઘટનાનું મીડિયામાં કવરેજ આવતા અપહરણ કર્તાઓએ ગભરાઈને ચીંચાઈ ગામ પાસે ડૉક્ટરના અપહરણના 15 કલાકે મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જે કેસમાં વલસાડ LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ વડે વલસાડ તાલુકામાં રહેતા 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

નોટબંદી બાદ હરિયા ગામમાં રહેતા આયુર્વેદિક ડોક્ટર જનક વૈરાગીના ઘરે દીપેશ પટેલ દવા લેવા ગયો હતો. જે દરમિયાન ડો. જનક તેના મિત્ર સાથે મોબાઈલમાં મસ્તી કરતા બોલ્યા હતા કે કબાટ ભરીને રૂપિયા પડેલા છે. ક્યાં નાખું ખબર નથી પડતી. દીપેશ આ વાત સાંભળી લેતા દીપેશે ટૂંકા સમયમાં કરોડ પતિ બનવા અને ઘર તેમજ ગાડી અને રેડીમેન્ટ કપડાનો વેપાર કરવાના સપના સાકાર કરવા તેના 4 મિત્રો સાથે ડો જનક વૈરાગીનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તમામ મિત્રો સાથે બેસીને સાઉથની ફિલ્મો અને ક્રાઈમ પેટ્રોલ જોઈ અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. સાઉથની ફિલ્મના આધારે બીજા દિવસે મીડિયામાં ઘટના કવર ન થાય તે માટે મોડી સંજનો સમય અપહરણ માટે નક્કી કરવામાં આવ્યો હતો.

અપહરણનું પ્લાનિંગ 15 દિવસ પૂર્વે તૈયાર કરી દીધું હતું. ડો.જનકની 3 દિવસ રેકી પણ કરી હતી. અપહરણ કારોએ તેના મિત્ર પાસેથી પિતાજીને દવાખાને લઈ જવાના હોવાનું જણાવો કાર માંગી લાવ્યા હતા. સુખેસના બંધ ખંડેર ઘરમાં ડો.જનક વૈરાગીને રાત્રી દરમિયાન રાખવામાં આવ્યો હતો.

બીજા દિવસે મીડિયામાં ઘટનાનું કવરેજ જોઈ આરોપીઓ ગભરાઈ ગયા હતા. અને ચીંચાઈ નજીક બિનવારસી જગ્યાએ ડો. જનકને નગ્ન હાલતમાં મુક્ત કરી આરોપીઓ ભાગી ગયા હતા. જે ઘટનાના 11 મહિના બાદ વલસાડ LCBની ટીમે આરોપીઓને ઝડપી પાડવા જિલ્લામાં આવેલું 1000થી વધુ ફ્રન્ટી કારના માલિકોના ડેટા સર્ચ કર્યા હતા. તબક્કા વાર ફ્રન્ટી અને ઇકો કારનાં ડેટા તેમજ ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે આરોપીઓને LCBની ટીમે ઝડપી પાડયા હતા.

આરોપીઓ પૈકી એકપણ આરોપી દારૂ કે અન્ય કોઈ વસ્તુનું વ્યસન કરતો ન હતો. 11 માસ દરમિયાન રુટિંગ મુજબ પોતાનું કામ કાજ કરી તેમાં વ્યસ્થ રહેતા હતા. આરોપીઓએ ઝડપી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં આવી ને અપહરણની ઘટનાને અંજામ આપવા તૈયાર થઈ ગયા હતા. ઘટનામાં

આરોપીઓએ અપહરણ દરમિયાન ઘણી વતોનું ધ્યાન રાખ્યું

RTOમાં રજીસ્ટર ન હોય તેવી કાર અને તેવી ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. અપહરણ કરીને ભોગ બનનાર ના મોઢા ઉપર અને હાથ પગ ટેપ વડે બાંધી દેવા આવ્યા હતા. આંખ ઉપર ટેપ બંધતા પહેલા આંખની આગળ રૂમાલ મુકવામાં આવ્યો હતો. જેથી જનકની આંખને કોઈ નુકશાની ન પહોંચે. પોલીસ તપાસ ભટકાવવા માટે કપરાડા લોકોશન ઉપર જઈને અપહરણ કારોએ ડો.જનકના પરિવાર પાસે 1 કરોડની ખંડણીની માંગણી કરી હતી. તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ડો. જનકને માનવ વસ્તીથી થોડે દુર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જેથી આરોપીઓને ભાગવાનો પૂરતો સમય મળી રહે.

અપહરણની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ ચણવ, ચિચવાડા અને અંજલાવમાં પરિવાર સાથે રહેતા હતા. અલગ અલગ કંપનીઓમાં કામ કરી પરિવાનું ગુજરાન ચલાવતા હતા. આરોપીઓ ની ગુપ્ત રહે વોચ કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ વડે તમામ શકમંદ એક બીજાને ઓળખતા હોવાનું જાણવા મળ્યું હતું. દીપેશ તમામ આરોપીના મ્યુચલ ફ્રેન્ડ હતો.

અન્ય સમાચારો પણ છે...