1000 દિવસ ચાલનારા યજ્ઞનો પ્રારંભ:વલસાડના બરૂમાળના સદગુરૂધામમાં આજથી લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ, પાટીલે કહ્યું- જે સરકાર ધર્મના આધારે ચાલે છે તે જ લોકોનું કલ્યાણ કરી શકે છે

વલસાડ15 દિવસ પહેલા
  • પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ ઉપરાંત રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ હાજરી આપી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરૂમાળ માં આવેલા ભાવભાવેશ્વર ધામમાં આજથી પાઠાત્મક લક્ષ ચંડી મહા યજ્ઞ નો આરંભ થયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્યના 3 મંત્રીઓની હાજરીમાં શરૂ થયેલો આ લક્ષચંડી મહાયજ્ઞ સતત ત્રણ વર્ષ સુધી ચાલશે. અને ત્રણ વર્ષ બાદ આ મહાયજ્ઞની પુર્ણાહુતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હજાર રહેવા આમંત્રણ આપવામા આવનાર છે. સદગુરૂ ધામ દ્વારા ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓમાં હિન્દૂ ધર્મ પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોને હિન્દૂ ધર્મ પ્રત્યે જાગૃત કરવા માટે બરૂમાળ ખાતે સદગુરૂ ધામની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં ધર્મ જાગૃતિ સહિત અનેક હેતુઓ માટે યોજાઇ રહેલા આ લક્ષચંડી મહાયજ્ઞના આરંભ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાંથી જવાની ઉતાવળ કરતા સી આર પાટીલને વિદ્યાનંદજી મહારાજે મહાત્મા પાસે એવો ત્યારે તેમના ટાઇમટેબલ મુજબ ચાલવા તેમની આજ્ઞાનું પાલન કરવા ટકોર કરી હતી.

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલા બરૂમાળમાં ભગવાન ભાવભાવેશ્વર ધામમાં આજથી પાઠાત્મક લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞના પ્રારંભ વખતે ભાવભાવેશ્વર ધામના મહંત મહામંડલેશ્વર વિદ્યાનંદજી સરસ્વતીજી મહારાજ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્યના આદિજાતિ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ , રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞના આરંભમાં સંસ્થાના મહંત મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે આ સંસ્થાના અને મહાયજ્ઞના હેતુઓ શ્રદ્ધાળુઓને જણાવ્યા હતા.

સંસ્થાના મહંત મહામંડલેશ્વર વિધાનંદ સરસ્વતીજી મહારાજે બરુમાળમાં ભગવાન ભાવભાવેશ્વરની સ્થાપના કરી હતી. સંસ્થાની સ્થાપનાના મુખ્ય હેતુઓ આ આદિવાસી વિસ્તારમાં સેવા સ્વાસ્થ્ય શિક્ષણ અને ધર્મ જાગૃતિના કર્યો કરે છે. આ સંસ્થાની સ્થાપના બાદ ધરમપુર અને આજુબાજુના વિસ્તારના આદિવાસી પટ્ટામાં વટાળ પ્રવૃત્તિ ઉપર મોટા પાયે રોક લાગી હોવાનું મહંતે જણાવ્યું હતું. સાથે આ વિસ્તારની આદિવાસી પ્રજાને શિક્ષણ અને સ્વાસ્થ્યની સાથે સંસ્કાર અને ધર્મ જાગૃતિનું જ્ઞાન મળે તે માટે સંસ્થા દ્વારા હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે.

આ લક્ષચંડી મહાયજ્ઞનો હેતુ પણ આ વિસ્તારમાં ધર્મ જાગૃતિની સાથે દેશ અને દુનિયામાંથી કોરોના મહામારી અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓનો નાશ થાય તેવા ભાવથી માનવ કલ્યાણના અને હેતુઓની કામના સાથે આ યજ્ઞનો લક્ષચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે. સતત ત્રણ વર્ષ સુધી ચાલનારા આ લક્ષચંડી મહાયજ્ઞના શુભારંભમાં સંકલ્પ લેતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સીઆર પાટીલે જણાવ્યું હતું કે રાજકારણ અને કર્મ કારણ કોઈ રીતે અલગ રહેતું નથી. ધર્મની રક્ષા અને ધર્મના આશીર્વાદથી જ આ રાજકારણ ચાલે છે તેવું જણાવતા પાટીલે વધુમાં જણાવ્યું હતું. સાથે જે સરકાર ધર્મના આધારે ચાલે છે તે જ લોકોનું કલ્યાણ કરી શકે છે. આમ સીઆર પાટીલે આજે આ લક્ષચંડી મહાયજ્ઞના આરંભ વખતે માનવ કલ્યાણની કામના કરી હતી.

આ મહાયજ્ઞ ના આરંભ વખતે હાજર રહેલા રાજ્યના 3 સિનિયર મંત્રીઓ અને સી આર પાટીલ એ પણ આ સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્યો અને મહાયજ્ઞ ના હેતુઓ ને બિરદાવ્યા હતા. આમ આજથી શરૂ થયેલો આ લક્ષચંડી મહાયજ્ઞ સતત ત્રણ વર્ષ સુધી ચાલશે જેમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી હજારો લાખો શ્રદ્ધાળુઓ હાજર રહી અને મહાયજ્ઞમાં આહુતિઓ આપશે. 1000 દિવસથી વધુ દિવસ સુધી રોજ પાઠ કરવામાં આવશે. લક્ષચંડી યજ્ઞની પૂર્ણાહુતિ સદગુરૂ ધામ ખાતે ભાવભાવેશ્વર મંદિરના રજત જયંતિ મહોત્સવ સાથે જોડી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...