વલસાડ જિલ્લાનું એકમાત્ર હિલસ્ટેશન વિલ્સન હિલ ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સીટી અને એડવેન્ચર’ નામથી સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂઆત થઈ છે. વિલ્સન હિલ ખાતે એડવેન્ચર એક્ટિવિટીઓમાં રસ ધરાવતા લોકો માટે ખુબ જ સારી રાઈડ્સનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. અહીં પુખ્ત વયના લોકો માટે એડવેન્ચર રાઈડ્સ તથા નાના બાળકો માટે પણ વ્ગિવિધ મનોરંજક રાઈડ્સની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ રાઈડ્સ રૂ.30/- થી રૂ.200/- સુધી રાઈડર્સ મુજબ ફી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વિલ્સન હિલ ખાતે આ રાઈડમાં પુખ્ત વયના લોકો માટે બાઉન્સી, એટીવી રાઈડિંગ, ગન શૂટિંગ, સેગ્વે રાઈડિંગ જેવી એક્ટિવિટી માત્ર રૂ.100/-માં, બન્જી ઈન્જેક્શન એક્ટિવિટી અને ગો કાર્ટિંગ રૂ.200/-માં કરી શકાય છે. જ્યારે હાઈ રોપ એક્ટિવિટી પુખ્ત વયના લોકો અને બાળકો બંને માટે છે. જે પણ માત્ર રૂ.100/-માં, સોફ્ટ આર્ચરી અને સામાન્ય આર્ચરી પણ બધા લોકો માત્ર રૂ. 50/-માં ઉપલ્બ્ધ છે. જેમાં મુખ્ય આકર્ષક વાત એ છે કે, ગન શૂટિંગમાં ટાર્ગેટ શૂટ કરવા પર અને બાઉન્સીમાં ચારેય બોલ પાસ કરી રાઈડ પૂરી કરવા ઉપર રૂ.100/-નું ઇનામ આપવામાં આવે છે.
નાના બાળકો માટે ટ્રેમ્પોલીન રૂ.20/-, બાઉન્સી રૂ.30/-, બોટિંગ રૂ.50/-, વોટર ઝોર્બિંગ રૂ.50/- અને બન્જી ટ્રેમ્પોલિન માત્ર રૂ.100/-માં ઉપલબ્ધ છે. જેથી હિલ સ્ટેશન ખાતે ફરવા સાથે હવે એડવેન્ચર એક્ટિવિટીઓ પણ કરી શકાશે જે લોકોમાં આકર્ષણ જમાવશે. નજીકના સમયમાં વિલ્સન હિલ ખાતે આ એડવેન્ચર એક્ટિવિટીઓ સાથે સાથે પેઈન્ટ બોલ, પેરા ગ્લાઈડિંગ અને ઝિપ લાઈનીંગની પણ શરૂઆત કરવામાં આવશે. જેથી વિલ્સન હિલનો પ્રવાસન સ્થળ તરીકે સારો વિકાસ થશે તેમજ એડવેન્ચર રસિયાઓ માટે પણ સાપુતારા કરતા નજીકમાં એડવેન્ચર એક્ટિવિટીઓ માટે સ્થળ મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.