વલસાડમાં ખ્યાતિપ્રાપ્ત કસ્તુરબા હોસ્પિટલના સંસ્થાના ટ્ર્સ્ટીઓ દ્વારા એઝ્યુરિન મોડેલ બ્રાન્ડ ન્યુ કેથલેબ સાથે ઇન્ટિગ્રેટેડ આઇવસ અને એફએફઆર સિસ્ટમના લોકાર્પણ સમારોહ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ કિરણ દેસાઇએ ઉદબોધન કરતા જણાવ્યું કે,રિલાયન્સના ગીરશભાઇ વશીએ પોતાના વતન વલસાડમાં રૂ.4.75 કરોડના ખર્ચે બાળકો સહિત હદયરોગના ગંભીર દર્દીઓને મહત્વની સારવાર રાહતદરે ઉપલબ્ધ કરવા કેથલેબ આઇસીસીયુ માટે રિલાયન્સ ફાઉન્ડેશન મારફત 1.50 કરોડનું યોગદાન આપ્યુ જે બદલ સંસ્થા તેમની ઋણી છે.
રિલાયન્સના સિની.એક્ઝિ.વાઇસ પ્રેસિડન્ટ એડમિનિસ્ટ્રેશન ગીરીશભાઇ વશીએ કહ્યું કે,મારુ વતન વલસાડ છે ત્યારે આ અદ્યતન સુવિધા અહિમળે તે માટે રિલાયન્સના ચેરમેન મુકેશભાઇ અંબાણીને વાત કરતા જ તેમણે અપેક્ષા કરતા વધુ દાન એપ્રુવ્ડ કરી દીધુ હતું.કિરણભાઇ દેસાઇએ કહ્યું કે, મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ ધરાવતા હદયરોગના દર્દીઓને પણ સારવાર મળી રહે તે માટે કાર્યવાહી જારી છે જે પૂર્ણ થતાં આવા દર્દીઓને નિ:શુલ્ક સારવાર મળશે.આ કેથલેબ અને આઇસીસીયુ યુનિટનું શુક્રવારે હોસ્પિટલના સંસ્થાના પ્રમુખ અને સેવાભાવી અર્જુનભાઇ દેસાઇના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે કિશનભાઇ દેસાઇ, સંસ્થાના ઉપપ્રમુખ કિરણ દેસાઇ,ડો,સમીર દેસાઇ,અપૂર્વ દેસાઈ,ભાવેશ દેસાઈ,તબીબો,પાલિકા માજી પ્રમુખ સોનલબેન સોલંકી,શહેરના પ્રબુધ્ધ નાગરિકો હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે પારડી હોસ્પિટલના ડો.એમ.એમ.કુરેશીએ રૂ.5 લાખનું દાન સંસ્થાને અર્પણ કર્યું હતું.સંસ્થાએ આ તમામ મહાનુભાવોનું આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.