તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, કેરીના પાકને નુકસાન

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદથી લોકોને ગરમીથી રાહત પણ ખેડૂચો ચિંતામાં

વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં શુક્રવારે મધ્ય રાત્રીએ વરસાદ પડ્યો હતો. જેને લઈને વાર્તાવરણમાં ઠંડક થઈ ગઈ હતી. સ્થાનિક લોકોને ગરમીમાં રાહત મળી હતી. જ્યારે કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

એકતરફ તાઉ-તે વાવાઝોડાને લઈને આવેલા ભારે વરસાદ અને વાવાઝોડાને લઈને કેરીના પાકને અને શાકભાજીના પાકની ભારે નુકશાની પહોંચી હતી. જૂનની મોડી રાત્રીએ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. જેને લઈને હવામાનમાં ઠંડક થઈ ગઈ હતી સ્થાનિક લોકોને ગરમીમાં રાહત મળી હતી. જ્યારે ચાલુ વર્ષે કેરીના પાકમાં ભારે નુકશાની બાદ બચેલા કેરીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોઝુ ફરિવળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...