હોમગાર્ડની સુઝબુઝ:હોમગાર્ડના પ્રયાસથી લેપટોપ ચોરી નિષ્ફળ રહી

સેલવાસ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે બાળકોનો થેલી છોડીને ભાગી ગયા

સેલવાસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડ બુધુ એસ.બોરસાએ યોગી હોસ્પિટલ પાસે કિલવણી નાકા વિસ્તારમાં કામ કરી રહેલા બે બાળકોને પ્લાસ્ટીકની બેગ લઈને ડોકમરડી પુલ તરફ ભાગતા જોઈ શંકાના આધારે હોમગાર્ડે તેઓનો પીછો કર્યો જેથી બાળકો પણ જોરથી દોડવા લાગ્યા અને પકડાઈ જવાની બિકે તેઓ પ્લાસ્ટીકની થેલી ફેંકીને ભાગી ગયા હતા.

હોમગાર્ડના પગમાં ઇજા હોવાથી તે આ બાળકોને પકડી શક્યો ન હતો. પ્લાસ્ટીકની બેગ ચેક કરતા એમાંથી સેમસંગ કંપનીનો એક મોબાઈલ અને લેપટોપ મળ્યું હતું. બાદમાં તપાસ કરતા આ લેપટોપ દિગનેશ એમ.ભંડારી રહેવાસી વૃંદાવન સોસાયટીનું હોવાનું બહાર આવ્યું હતું જે ચોરાઇ ગયું હતું. આમ સેલવાસ હોમગાર્ડ બોરસાની સુઝબુઝથી ચોરીની ઘટના નિષ્ફળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...