વિવાદોનો ઉકેલ:રેવન્યુ રેકર્ડ ઉપર નોંધ કરાવી લઇ જમીન માલિકો, કબજેદારોને બાનમાં લેવાના કારસા હવે બંધ થશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કાયદો નાબૂદ કરાયો
  • વલસાડના મેળામાં ફરિયાદ બાદ લીઝ પેન્ડન્સીની નોંધ નહિ પાડવા મહેસુલ વિભાગના આદેશથી હવે રાહત
  • અમુક ​​​​​​​લોકો જમીનના ખોટા કેસો ઉભા કરી દેતાં કોર્ટમાં વિવાદો પહોંચતા હતા, જમીન માલિકની જાણ બહાર અધિકારીઓ નોંધ પાડતા હતા

બોમ્બે લેન્ડ એક્ટને લગતા પ્રશ્નો પૈકી ઘણા કિસ્સામાં લીઝ પેન્ડન્સીની રેવન્યુ રેકર્ડ ઉપર નોંધ પડવાની જોગવાઈ ન હોવા છતાં ત્રાહિત વ્યક્તિઓ દ્વારા યેનકેન પ્રકારે નોંધ પાડીને રચાતા ખેલ સામે વલસાડના અરજદારે કરેલી રજૂઆતોને ધ્યાને લઇ ગુજરાત સરકારે જ્યુડિશ્યિલ કોર્ટના હુકમ સિવાય લીઝ પેન્ડન્સીની નોંધ પાડવાની જ રહેતી નથી પરિપત્ર જારી કરતા સમગ્ર રાજ્યમાં જમીનના વિવાદો સહન કરતા લોકોને રાહત મળી છે. વલસાડમાં ફેબ્રુઆરી 2022માં જમીનને સ્પર્શતા પ્રશ્નો અ્ને ફરિયાદો સાંભળવા માટે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ વલસાડના સામાજિક કાર્યકર મનસુખભાઇ શેઠિયાએ દાદ માગી હતી.

જેને લઇ કેટલીક વ્યક્તિઓ લેન્ડ રેકર્ડમાં જેમનું નામ માલિક કે કબજેદાર તરીકે હોય તેમની સામે ખોટો વિવાદ કરવા સિવિલ કોર્ટમાાં જૂદી જૂદી જાતના દાવાઓ દાખલ કરી તેને સબરજિસ્ટ્રાર કચેરીમાં લીઝ પેન્ડન્સીની નોટિસ રજીસ્ટર્ડ કરાવી તેને જેમના નામે લેન્ડ રેકર્ડમાં મિલકત હોય તેની 7-12માં તથા પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરાવવા પ્રયાસો થતા હતા. આ પ્રકરણો કોર્ટમાં પહોચી જતાં કાયદેસરના માલિકો કબજેદારો વર્ષો સુધી પરેશાનીનો સામનો કરવા મજબુર બને છે.

આ પ્રશ્નના નિકાલ માટે સરકારે લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડ દફતરે નહિ પાડવા રાજ્ય સરકારે ખાસ પરિપત્ર બહાર પાડવો પડે તેવી રજૂઆત થતા રજૂઆતના 3 માસ બાદ મહેસુલ વિભાગે પરિપત્ર જારી કરી રેવન્યુ રેકોર્ડમાં નોંધ પાડવાની આવી કોઇ જોગવાઇ જ નથી અને જ્યુ.કોર્ટના હુકમ સિવાય લીઝ પેન્ડન્સીની નોંધ પાડવાની રહેતી નથી તેવો આદેશ કરવામાં આવતા હજારો જમીન માલિકો,કબજેદારોને રાહત મળી છે.

માત્ર દાવા અરજીથી ખેલ ચાલતો હતો
કોર્ટોમાં દાવા દાખલ કરીને જેની મિલકત હોય તેની 7-12ની નકલમાં કે પ્રોપર્ટી કાર્ડમાં તંત્ર દ્વારા દાવા અરજીના આધારે નોંધ પાડી દેવામા આવે છે.જે પ્રકરણને અપીલ,રિવીઝન અને ગાંધીનગર મહેસુલ સેક્રેટરી સુધી વિવાદ ઉઠાવવાની તરકીબ ચાલી રહી હતી.લીઝ પેન્ડન્સીના નામે રેવન્યુ રેકર્ડમા નોંધ લેન્ડ રેકર્ડમાં જોગવાઇ જ ન હોવા છતાં ફક્ત કોર્ટમાં સિમ્પલ દાવો દાખલ કરીને અયોગ્ય હક્કો ઉભા કરવામાં આવતા હતાં.

લીઝ પેન્ડન્સીની માત્ર નોંધથી દાવા થતાં હતા
મનસુખ શેઠિયાએ લીઝ પેન્ડન્સીના કારણે જમીનોના માલિકો કબજેદારોને થતી હાલાકી વર્ણવતા મંત્રીને જણાવ્યું હતું કે,સિવિલ કોર્ટમાં ફક્ત દાવો કર્યો હોય અને તેને ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની કલમ-52ની જોગવાઇ હેઠળ લીઝ પેન્ડન્સી કરાવી હોય તેનાથી દાવો કરાનારાને રાઇટ્સ મળતા નથી.

મહારાષ્ટ્રમાં 2017માં પ્રથા બંધ કરી હતી
મહારાષ્ટ્ર સરકારે 2017માં લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડ દફતરે નહિ પાડવા બાબતે આદેશો કર્યા હતા. આવી જોગવાઇ મહારાષ્ટ્ર સરકારે કરી છે તો ગુજરાત સરકારે પણ આવો પરિપત્ર બહાર પાડવો જોઇએ તેવો પ્રશ્ન રજૂ કરાયો હતો.મહારાષ્ટ્ર સરકારના આ પરિપત્રને ગેરકાયદે જાહેર કરવા ધ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પીટીશનથી પડકારી હતી,જે કામે બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે 2018ના હુકમથી કાયદેસરનો ઠરાવ્યો હતો.

હવે ગુજરાતમા પણ રેકર્ડ પર નોંધ નહિ
જમીનોને લગતા આ પ્રશ્ને પ્રજાને અરજાદારોને ખોટી રીતે હેરાન ન થવુ પડે અને ખોટા વિવાદો પાછળ સમય અને નાણાં ન ખર્ચાય તે માટે ગુજરાત સરકારે કાયદાની છણાવટ કરવાની જરૂર હતી. - મનસુખ શેઠિયા, અરજદાર

અન્ય સમાચારો પણ છે...