તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી દસ્તાવેજ:વલસાડના કોસંબાની જમીનનો કેસ જીતી ગયા હોવાના ખોટા પુરાવા રજુ કરતા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેરેજ રાજીસ્ટરના સિક્કાનો જમીનના ખોટા હુકમ ઉપર બતાવીને જમીન હડપવાનો ઈરાદો હતો
 • હુકમની નકલ મામલતદાર અને કૃષિ પંચમા પણ બતાવી કેસ જીતી ગયો હોવાનો દાવો કર્યો હતો

વલસાડના કોસંબા ખાતે આવેલી સરવે નંબર-475 વાળી જમીનના માલિકી હક બાબતે વલસાડ મામલતદાર અને કૃષિપંચમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં આરોપી અશોક ફકીરભાઇ કોસેએ ગુજરાત મહેસુલ પંચ અમદાવાદમાંથી જમીનનો કેસ જીતી ગયા હોવાના ખોટા દસ્તાવેજી પુરાવા વિરલ સુરેશભાઈ મહેતાને બતાવી જમીન ઉપર કબ્જો માંગણી કરી હતી.

સાથે અશોક કોસેએ વલસાડ મામલતદાર અને વલસાડ કૃષિપંચની કચેરીમાં પણ ખોટો ચુકાદો રજૂ કર્યો હતો. આ પુરાવા ખોટા હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. જે અંગે જમીન માલિક વિરલ સુરેશભાઈ મહેતાએ વલસાડ કલેકટર સમક્ષ અશોક ફકીરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા ઝીણવટ ભરી રીતે તપાસ કરતા ખોટા હુકમના ઓડર ઉપર મેરેજ રજીસ્ટરનો સિક્કો લગાવેલો હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટના ખોટા હુકમનો ઉપયોગ કરી કેસ જીતી ગયા હોવાનો આધાર બનાવી જમીન હડપ કરવાના ઇરાદે કાવતરું રચ્યું હોવાની વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ વિરલ મહેતાએ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો