તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન હડપ કરવાના કેસો માટે હાથ ધરાયેલી ઝુંબેશમાં 19 દિવસમાં કલેકટરની કમિટિ સમક્ષ સૌથી વધુ 100 ફરિયાદ અરજી આવતાં રાજ્યમાં સૌથી વધુ લેન્ડ ગ્રેબિંગના કિસ્સા વલસાડ જિલ્લામાં બહાર આવ્યા છે.જે પૈકી 5 કેસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. 5 કેસમાં પોલીસ દ્વારા કુલ 13 વ્યકિતની અટકાયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં જમીન પચાવી પાડવા અને તેનું વેચાણ કરવા જમીનો હડપ કરવા માટે કોઇને ઉત્તેજન આપવા કે આવી જમીન ઉપર અનધિકૃત બાંધકામ જેવી પ્રવૃત્તિઓ સામે કલેકટરે સખત કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાં હડકંપ મચી ગયો છે. રાજ્ય સરકારે લાગૂ કરેલા લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ કલેકટરની અધ્યક્ષતા હેઠળની કમિટિને 100 અરજી મળતાં તપાસનો દૌર શરૂ કરાયો છે.
કમિટિના અધ્યક્ષ જિલ્લા મેજિસ્ટ્રેટટ આર.આર.રાવલ સાથે ડીડીઓ અર્પિત સાગર,એસપી ડો.રાજદિપસિંહ ઝાલા તથા અન્ય અધિકારીઓની બેઠક 15 જાન્યુઆરી અને 28 જાન્યુઆરીએ મળેલી બેઠકમાં આ કાયદા હેઠળ પ્રથમદર્શી ગુનો બનતા 5 કિસ્સામાં ગુનો દાખલ કરાતા જમીનો હડપ કરનારાઓમાં ફફડાટ પેસી ગયો છે.
જિલ્લામાં આ 5 કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાયા
કેસ 1-વલસાડ તાલુકાના જેસપોરમાં સર્વે નં.832વાળી જમીનના ફરિયાદી મનહરભાઇ છોટુભાઇ કોળીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ધનાબેન લલ્લુભાઇ પટેલ, ધીરૂભાઇ પટેલ, રતિલાલ પટેલ પાર્વતી લલ્લુભાઇ કો.પટેલ, પુષ્પાબેન પટેલ, સવિતાબેન પટેલ, સુધાબેન પટેલ સહિત 7 આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા ગુનો દાખલ થયો છે.
કેસ 2-ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા,માછીવાડમાં પ્રદિપસિંહ રમેશસિંહ ઠાકુરે નોંધાવેલી ફરિયાદમાં સર્વે નં.2882વાળી જમીન માટે કુલ 2 આરોપી કાશીબેન શંકરભાઇ પટેલ,રહે.કાનજી ફળિયા,ધરમપુર,હાલ રહે.ડિંડોલી સુરત,સુરેશ બલ્લુભાઇ પટેલ,રહે ધરમપુર,કાનજી ફળિયા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
કેસ 3-વલસાડના વાંકલમાં સર્વે નં.1725,17301874 વાળી જમીન મામલે ફરિયાદી કમલેશ કોયાભાઇ નાયકા,રહે.વાંકલ પઢિયાર ફ.નાએ 2 ફેબ્રુઆરી 2021ના રોજ નોંધાવેલી ફરિયાદમાં આરોપી મહેન્દ્ર નારસિંહભાઇ પરમાર,રહે.વાંકલ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરાયો છે.તેમની અટકાયત અને કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
કેસ 4-વલસાડ તાલુકાના ખજુરડીમાં સર્વે નં.472/2 મામલે ફરિયાદી બલ્લુભાઇ છોટુભાઇ કણબી પટેલે 2 ફેબ્રુઆરી 2021ના રોજ નોંધાવેલી ફરિયાદમાં રમેશભાઇ ઇશ્વરભાઇ પટેલ,રહે.મંજોલા.તા.આમોદ.જિ.ભરૂચ અને નરેશભાઇ રહે.રમેશભાઇની ઓફિસમાંસુરતનાઓ વિરૂધ્ધ ફરિયાદ નોધાવી છે.જેની તપાસ તજવીજ ચાલુ છે.
કેસ 5-ઉમરગામ તાલુકાના કરમબેલેમાં ફરિયાદી બાબુભાઇ રામાભાઇ ધોડી,રહે.ટાટાપાવર હાઉસ,બોરિવલી ઇસ્ટ,મુંબઇનાએ 3 ફેબ્રઆરીએ નોંધાવેલી ફરિયાદમાં જયકાંત શિવશંકર ભટ્ટ,ધર્મેન્દ્ર જયકાંત ભટ્ટ,વિવેક જયકાંત ભટ્ટ સામે ફરિયાદ હેઠળ ગુનો
નોંધાયો છે.
ફરિયાદમાં કમિટી અને પોલીસની તપાસ
કમિટિમાં રેવન્યુ અને પોલીસ તંત્ર દ્વારા અભ્યાસ કરી તે પૈકી હાલે 5 કિસ્સામાં ફરિયાદ નોંધાવાઇ છે.13 આરોપી સામે અટકાયત અને કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઇ છે. ભવિષ્યમાં અર્ધસરકારી કે ગૌચરણની જમીનો પણ પચાવી પાડનારા તત્વો ઉપર વહીવટી તંત્રની ચોક્કસ તવાઇ આવશે. સરકારના નવા કાયદા મુજબ જમીન હડપવાના જે અરજીઓ મળી રહી છે. તેની તપાસ હાથ ધર્યા બાદ યોગ્ય જણાશે તો હજુ વધુ કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં થઇ શકે એમ છે.> આર.આર.રાવલ, કલેકટર, વલસાડ
જિલ્લામાં આ તાલુકામાં લેન્ડગ્રેબિંગની ફરિયાદો
તાલુકો | વલસાડ | ઉમરગામ | વાપી | કપરાડા | પારડી | ધરમપુર |
ફરિયાદ | 38 | 24 | 22 | 5 | 9 | 2 |
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.