માંગણી:ડુંગરીના 8 ગામમાં વિજ‌ળીની હાલાકી, સબસ્ટેશન બનાવવા માગ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાથી છુટકારા માટે ઉર્જા મંત્રીને રજૂઆત થશે

વલસાડ તાલુકાના ડુંગરી પંથકના 8 ગામના લોકોની વિજળીની હાલાકી દૂર કરવા ધરાસણા ખાતે નવું વિજ સબસ્ટેશન નાંખવા ધારાસભ્ય દ્વારા ઉર્જા મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે.મંત્રીએ આ કામ હાથ ધરવાની કાર્યવાહી કરવા ખાત્રી આપતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

વલસાડ નજીક આવેલા ડુંગરીની આસપાસના ભાગલ દાંડી,દાંતી, કકવાડી, માલવણ,કરદીવા,છરવાડા અને ધરાસણા સહિતના ગામોમાં છાશવારે વિજળીની સમસ્યાથી ગ્રામજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.આ મુદ્દે દાંતીના સરપંચ અમ્રત ટંડેલ અને ગ્રામજનોની માગણીની રજૂઆતો સાથે ધારાસભ્ય ભરતભાઇ પટેલે ગાંધીનગર પહોંચી ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે મૂલાકાત કરી આ પ્રશ્ને રજૂઆતો કરી હતી.પાવર કટની સમસ્યાથી ગ્રામજનોને છુટકારો મળે તે માટે ધરાસણા ખાતે નવું વિજ સબસ્ટેશન નાંખવા માગ કરતાં ઉર્જા મંત્રીએ અહિં સબસ્ટેશનની સુવિધા માટે કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...