સરાહનીય કામગીરી:પારડી ઉમરસાડી ખાતે શ્રમિક મહિલાને લેબર પેન થતા 108ની ટીમે સ્થળ ઉપર મહિલાની ડિલિવરી કરાવી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા અને નવજાત બાળકીની સુરક્ષાને ધ્યાને રાખીને EMT માનસી પટેલે સ્થળ ઉપર સફળ ડિલિવરી કરવી

વલસાડ 108ની ટીમે પારડીના ઉમરસાડી ખાતે ભંગારના ગોડાઉનમાં કામ કરતી એક શ્રમિક મહિલાને લેબર પેન થતા 108ની ટીમની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમે તાત્કાલિક મહિલાની મદદે પહોંચી ગઈ હતી. વલસાડ 108માં EMT તરીકે ફરજ બજાવતી માનસી પટેલે મહિલાને ચેક કરતા ડિલિવરી સમય નજીક જણાઈ આવતા ભંગારના ગોડાઉનમાં આવેલા રૂમમાં મહિલાની સફળ ડિલિવરી કરવી હતી. માતા અને તંદુરસ્ત બાળકીને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વલસાડ 108ની ટીમને ડુંગરી ઉમરસાડી ગામનો પ્રસુતિ પીડાનો એક કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે, વલસાડ 108ના કર્મચારી ઇએમટી માનસી પટેલ અને પાયલોટ બીપીન ભાઈ પટેલ તરત જ ઉમરસાડી જવા રવાના થયા હતા. ઉમરસાડી ગામમાં લોખંડના ગોડાઉનમા મજૂરી કામ કરતી મહિલા આરતીબેન જીવાભાઈ માંગરેલને મજૂરીકામ કરતાં જ પ્રસુતિ પીડા ઉપડી આવી હતી. 108ની એમટી માનસી પટેલે સ્થળ ઉપર જ પેશન્ટનું નિરીક્ષણ કરતા પ્રસુતિ પીડા અસહ્ય હોવાથી સ્થળ ઉપર જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું. અને પાયલોટ બીપીન ભાઈ સાથે સ્થળ ઉપર મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી. અને મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ મહિલાને વધુ સારવાર માટે ડુંગરી CHC માં દાખલ કરવામાં આવી હતી. નવજાત શિશુને પણ એમ્બ્યુલન્સ માજ ઓક્સિજન સહિતની ટ્રીટમેન્ટ મળતાં બાળકીનો જીવ બચી ગયો હતો. આમ વલસાડની 108ની ટીમ દ્વારા મહિલા અને બાળક બંનેને બચાવવાની સફળ કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...