આજરોજ વલસાડના જુજવા ખાતે આવેલ કાંતાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વ.દિનેશભાઈ શેઠિયા પ્રેરિત કચ્છ એકતા મંચ આયોજિત કચ્છ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં મોટી સંખ્યામાં કચ્છ તેમજ વાગડ સમાજના કચ્છી માડુંઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
સંગઠનમાં જ શક્તિના નારા સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ 4થા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છી યુવાનોએ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈને કચ્છી સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ટુર્નામેન્ટમાં 10 જેટલી વિવિધ ટીમોએ ભાગ લઈને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.
સંગઠન એકમાત્ર એક જનસમૂહ જ નથી પરંતુ સમાજની ભાવનાનું મંદિર છે. ત્યારે સમાજની એકતા અને ભાઈચારો વધે તે હેતુ વલસાડમાં રહેતા કચ્છી સમાજના અગ્રણીઓ અને સ્વ. દિનેશભાઇ શેઠિયા પ્રેરિત કચ્છ એકતા મંચ દ્વારા જૂજવા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને પ્રોત્સાહિત ઇનામમાં ટ્રોફી પણ એનાયત કરવામા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.