તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Krishna Janmotsav To Be Celebrated: Govinda Will Not Be Able To Break The Matki, Janmashtami Will Be Allowed To Be Celebrated Traditionally At Home And In The Temple

અવઢવ દૂર:કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે: ગોવિંદા મટકી ફોડી શકશે નહીં, જન્માષ્ટમીની ઘર અને મંદિરમાં પરંપરાગત ઉજવણી કરવા છુટ, મંદિરમાં એક સાથે 200 ભક્તો દર્શન કરશે

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવના તહેવારો દરમિયાન વલસાડ જિલ્લામાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ માટે લાંબા સમયથી ઉદભવી રહેલી અનેક અટકળો વચ્ચે કલેકટરે આદેશો જારી કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે. જેના પગલે ભક્તો અને તહેવારોની ધાર્મિક પૂજાઅર્ચના, શણગાર જેવી ચીજવસ્તુઓના વેચાણ સંકળાયેલા વેપારી આલમમાં ઉઠેલી અટકળોનો અંત આવ્યો છે. કલેકટરે જન્માષ્ટમીએ મટકી ફોડ કાર્યક્રમો પર રોક લગાવી છે. જેને લઇ આ વર્ષે પણ કૃષ્ણભક્તો મટકી ફોડી શકશે નહિ.

જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ માટે વહીવટી તંત્ર દ્વારા કેવા આદેશો પ્રતિબંધો જાહેર કરાશે તેની ભારે અવઢવ ચાલી રહી હતી. આ સંજોગો વચ્ચે કલેકટર ક્ષિપ્રા અગ્રેએ બંન્ને તહેવારો માટે કોવિડ-19ના નિયમો ધ્યાને લઇ જાહેરનામુ બહાર પાડ્યું છે.જેમાં વલસાડ જિલ્લામાં 30 ઓગષ્ટે જન્માષ્ટમીના રોજ રાત્રિના 12 કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્‍ણ જન્મોત્સવની ઉજવણી કરવાની છૂટ આપી છે. ઉજવણીમાં સોશ્યિલ ડીસ્ટન્સિંગ તથા માસ્ક ફરજિયાત રહેશે. વલસાડ જિલ્લામાં મંદિર પરિસરમાં એક સાથે મહત્તમ 200 વ્યક્તિઓ દૂરી સાથે દર્શન કરી શકશે.

મંદિર પરિસરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોળ કુંડાળા કરીને તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે. આ સાથે મહત્તમ 200 વ્યક્તિ સાથે મર્યાદિત રૂટ ઉપર શોભાયાત્રાઓનું આયોજન મર્યાદિત વાહનોમાં કરી શકાશે.ગૃહ વિભાગના હુકમથી જાહેર કરાયેલા કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિકસ્થાનો માટેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જન્માષ્ટમી સંદર્ભે જિલ્લામાં મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહીં.

ગણેશ મહોત્સવ, સ્થાપના અને વિસર્જન શોભા યાત્રા માટે મહત્તમ 15 વ્યક્તિની મર્યાદા રહેશે

આ નિયમો ફરજિયાત
સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. , અન્ય કોઇ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ , ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિની મર્યાદા રહેશે , ફકત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે , ઘરે સ્થાપન કરવામાં આવેલા ગણેશજીનું વિસર્જન ઘરમાં જ કરવું હિતાવહ રહેશે , સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. , કોઇ એક જ સ્થળે ભીડ એકત્રિત ન થાય તે માટે સ્થાનિક સત્તામંડળે વધારે કૃત્રિમ વિસર્જ્‍ય કુંડ બનાવવાના રહેશે

ગોળ કુંડાળામાં ઉભા રહી દૂરી સાથે મંદિરમાં પ્રવેશ
જિલ્લામાં 9 થી 19 ઓગષ્ટ દરમિયાન યોજાનારા ગણેશ મહોત્સવમાં સમગ્ર મહત્તમ 4 ફુટની જયારે ઘરમાં મહત્તમ 2 ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. આયોજકો દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ કે મંડપ શકય તેટલો નાનો રાખવાની સાથે સોશ્યિલ ડીસ્ટન્સિંગ જળવાય તે માટે યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે.

નિયમોનો ભંગ કરનારા સામે આ એક્ટ લાગૂ કરાશે
કોઇ પણ વ્યક્તિ આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરૂધ્ધ ધ એપેડેમીક ડીસીઝ એક્ટ-1897 અન્વયે ધ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-19 રેગ્‍યુલેશન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ લાગૂ કરાશે. ઉપરાંત IPCની કલમ 188 હેઠળ કાનૂની પગલાં તથા અન્ય કાનૂની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...