તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Kovid Care Center Started By Putting Pillows On The Catering Table In Valsad MP's Adopted Village, Will This Be How 'my Village Is A Coronamukta Village'?

રિયાલિટી ચેક:વલસાડના સાંસદના દત્તક ગામમાં કેટરિંગના ટેબલ પર ગાદલા નાખી શરૂ કરાયું કોવિડ કેર સેન્ટર, શું આ રીતે બનશે 'મારું ગામ કોરોનામુક્ત ગામ'?

વલસાડ5 મહિનો પહેલા
કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે બેડના બદલે ટેબલ રખાયા
  • જો ટેબલ પર સૂઈ સારવાર લેવાની હોય તો પછી અહીં સારવાર લેવા કોણ આવે?
  • ગોઈમા ગામમાં કોરોનાના 20 એક્ટિવ કેસ

ગુજરાતમાં શહેરી વિસ્તારોની માફક ગ્રામ્ય વિ્સ્તારોમાં પણ કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ પર કાબૂ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન ચલાવવામા આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગામેગામ કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે. પરંતુ, વલસાડ જિલ્લાના છેવાડાના ગામમાં જે વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે તે અપૂરતી જોવા મળી રહી છે. વલસાડના સાંસદ કે.સી.પટેલે દત્તક લીધેલા ગોઈમા ગામની શાળામાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ખાટલા ના મળતા કેટરિંગના ટેબલ પર જ ગાદલાં પાથરી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હોવાનું બહાર આવ્યું છે.મહત્વનું છે કે, ગોઈમા ગામમાં હાલ કોરોનાના 20 એક્ટિવ કેસ છે.

ગોઈમા ગ્રામ પંચાયત કચેરી
ગોઈમા ગ્રામ પંચાયત કચેરી

કલેકટરના આદેશ બાદ ગામેગામ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી ગયું છે.. જેને કાબુમાં કરવા વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે 'મારું ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરે જિલ્લાના તમામ 467 ગામોના સરપંચોને સહયોગ આપવા પત્ર લખી અપીલ કરી હતી ..જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના 467 ગામમાંથી 409 ગામોમાં શાળાઓમાં કોવિડ કેર આઈસોલેશન સેંટર શરૂ કરવામાં આવ્યા છે.

'વિલેજ વોરિયર્સ' કમિટીની રચના કરવામા આવી
તમામ ગામોમાં 'વિલેજ વોરિયર્સ' કમિટીની રચના કરવામાં આવી છે.આ વિલેજ વોરિયર્સ કમિટીમાં ગામના સરપંચ, તલાટી ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ પ્રાથમિક શાળાના શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગામના સેવાભાવી યુવકોને આ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે ..જેના સંચાલન હેઠળ ગામમાં શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો અને આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે.. તંત્રના દાવા મુજબ વલસાડ જિલ્લામાં 409 ગામોમાં સેન્ટરો શરૂ થઈ ગયા છે. અને આ સેન્ટરોમાં કેટલાક મોટા સેન્ટરોમાં ઓકસિજન ની સુવિધાઓનો પણ ઉભી કરવામાં આવી છે. જોકે ગામની શાળાઓમાં તંત્રના દાવા મુજબ ગામની વસ્તી પ્રમાણે કોરોનાના સંક્રમિત દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.. અને અત્યારે જિલ્લાના લગભગ તમામ ગામોમાં સેન્ટ્રરો કાર્યરત છે. તેવા વલસાડ જિલ્લા વહીવટી તંત્રના દાવા કરવામાં આવ્યા હતા.

ગોઈમા પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ગોઈમા પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

મોટાભાગના ગામના કોવિડ કેર સેન્ટર ખાલીખમ
વલસાડ જિલ્લામાં 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા ઉભા કરેલા કોવિડ કેર સેન્ટરોની તપાસ કરતા જિલ્લાના લગભગ મોટાભાગના ગામોમાં બનાવવામાં આવેલા કેર સેન્ટર ખાલીખમ લાગી રહ્યા છે. આ સેન્ટર માં જરૂરી સુવિધાઓથી સજ્જ કર્યા હોવાના તંત્રના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ છે. જિલ્લાના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા સેન્ટરોમાં માત્ર મોટા ભાગના ગામમાં ગાદલા અને ઓશિકા મૂકી અને ખાનાપૂર્તિ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ બેડ પલંગ ની જગ્યાએ કેટરિંગ માટે વપરાતા ટેબલો ઉપર ગાદલા નાખી દેવામાં આવ્યા છે. જેના પર એક વ્યક્તિ વ્યવસ્થિત ઊંઘી પણ ન શકે તેટલા માપના ટેબલ ઉપર ગાદલા ગોઠવવામાં આવ્યા છે. તો કેટલાક ગામોમાં સેન્ટરમાં ગાદલા ઓ ને પલંગ કે ખાટલા પર નસીબ નથી થયા ગાદલા નાખી પથારીઓ જ કરી દેવામાં આવી છે. વાસ્તવિકતા એ છે કે, વલસાડ જિલ્લામાં ઉભા કરવામાં આવેલા સેન્ટરો ખાલીખમ લાગી રહ્યા છે મોટાભાગના સેન્ટરોમાં દર્દીઓ દેખાતા નથી. જેના કારણે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર માત્ર શોભાના ગાંઠિયા અને ઔપચારિક જ બની રહ્યા છે.

આદર્શ ગામ ગોઈમાનું કોવિડ કેર સેન્ટર ખાલીખમ
વલસાડ જિલ્લાના પારડી તાલુકા નું સૌથી મોટું ગામ ગોઈમા છે. જેને વલસાડ-ડાંગ ના સાંસદ ડૉ કે સી પટેલ એ આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું હતું. આ ગામ માં પણ હાલત ખરાબ છે. ગોઈમા ગામમાં સાત હજારથી વધુની વસતિ છે. પરંતુ તંત્ર દ્વારા ગામની શાળામાં માત્ર 14 કેટરિંગના ટેબલ પર ગાદલા નાખી અને કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાનો દેખાડો જ કરવામાં આવી રહ્યો છે. જોકે આ સેન્ટર શરૂ થયાથી આજ સુધી એક પણ દર્દી આવ્યું નથી. આથી ખાલીખમ દેખાઈ રહ્યા છે. જોકે ગામના લોકોના કહેવા પ્રમાણે સેન્ટરો ખાલી રહેવાનું મુખ્ય કારણ ગામના લોકોમાં જાગૃતિનો અભાવ છે. ગામડાઓમાં રહેતા લોકો સામાન્ય તાવ કે કોરોના રોગની શરૂઆતથી દિવસોમાં બેદરકારી દાખવે છે. અને દવાખાને જવા કે સેન્ટર સુધી જવાને બદલે ઘરેજ પડી રહે છે. તેને કારણે દર્દીની તબીયત લથડે છે. અને રોગ વધારે ગંભીર સ્વરૂપ લે છે અને ગામમાં મોટા પાયે કોરોના સંક્રમણ ફેલાય છે.. આમ લોકોની જાગૃતિના અભાવે જ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા સેન્ટરોમાં લોકો જતા નથી. તેવું સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.

મોટાભાગના કોવિડ કેર સેન્ટર ખાલીખમ
મોટાભાગના કોવિડ કેર સેન્ટર ખાલીખમ

લોકો સારવાર માટે જાગૃત બને તે જરુરી
વલસાડ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી ગયું છે.. જેને કાબુમાં કરવા વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહ્યા છે.. જો કે શહેરી વિસ્તારોમાં હોસ્પિટલ અને અન્ય સુવિધા સાથે કોરોના ટેસ્ટિંગ પણ સરળતાથી થઈ શકે છે ..અને રસી પણ મળી રહે છે. આથી શહેરી વિસ્તારોના લોકોમાં જાગૃતિ છે.પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વિપરીત છે ..લોકોમાં જાગૃતિના અભાવને કારણે કોઈ તબિયત લથડી નહીં ત્યાં સુધી દર્દીઓ ઘરે જ પોતાને આઇસોલેટ કરે છે અને રોગને છુપાવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા મોટાભાગના ગામોમાં સર્વે નહીં થતો હોવાનું અને ગામમાં ઉભા કરવામાં આવેલા રસીકરણ કેન્દ્ર પર રસીનો પૂરતો જથ્થો પણ પહોંચતો નથી.. જેને કારણે રસી લેવા કેન્દ્ર પર પહોંચતાં લોકોએ પણ વીલા મોઢે રસી લીધા વિના જ પાછા ફરવું પડે છે.

આમ વલસાડ જિલ્લામાં 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા ગામની શાળાઓમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર માં મોટા ભાગના સેન્ટરોમાં સુવિધાઓનો અભાવ છે.. જેને કારણે મોટાભાગના સેન્ટર મા દર્દીઓ પહોંચતા નથી..આથી ગામડાઓ ના સેન્ટ્રરો ખાલીખમ લાગી રહ્યા છે.. જેને કારણે તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ સુવિધા માત્ર ઔપચારિકતા જ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.. ત્યારે ગામના વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા આવા અતિઉપયોગી કોવિડ કેર સેન્ટરોમાં સંક્રમિત થયેલા દર્દીઓ આવે અને તેમની જરૂરી સુવિધાઓ સાથે સારવાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

વાપી તાલુકાની 17 શાળામાં કોઇ ફરકતુ નથી
વાપી તાલુકામાં કુલ 17 પ્રા. શાળામાં 250 બેડનો તૈયાર કર્યા છે. સેન્ટરો પર થર્મોમીટર કે અન્ય કોઇ સાધનો નથી.કોરોનાના દર્દીને સારવાર તાત્કાલિક મળે તેવી કોઇ સુવિધા દેખાતી નથી. ફરજ પર હાજર તલાટી,સરપંચ કે શિક્ષક દર્દીને કેવી રીતે સારવાર આપી શકે તે પ્રશ્ન ઊભો થયો છે. જેથી કોઇ દર્દી અહી કોરોન્ટાઇન માટે દેખાતુ નથી. છરવાડા ગામની શાળામાં સરપંંચ યોગેશ પટેલ પુઠાના બેડો તૈયાર કરાવી રહ્યાં છે.

ઉમરગામના 56 સેન્ટરોમાં માત્ર એક દર્દી સારવાર હેઠળ
ઉમરગામ તાલુકામાં કોરાના લક્ષણો ધરાવતા સામાન્ય દર્દી ઓને ડોકટરની ટીમની નજર હેઠળ રાખવા માટે તાલુકામાં 56 આઇસોલેશન સેન્ટરો ઉભા કરાયા છે. જેમાં વલવાડા આઇસોલેશન સેન્ટરમાં માત્ર એક દર્દી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.આઇસોલેશન સેન્ટરની જવાબદારી શાળા ના મુખ્ય શિક્ષકોને શિરે નાખવામાં આવી છે.

કપરાડામાં 125 આઇસોલેશન સેન્ટ​​​​​​​રોમા માત્ર 14 દર્દી આવ્યા
કપરાડા તાલુકામાં તંત્ર દ્વારા કુલ 125 કોવિડ સેન્ટરો તૈયાર કરાયા છે. જેમાં 579 બેડોની વ્યવસ્થા કરાઇ છે, પરંતુ સુવિધાના અભાવે ગામોના દર્દીઓ પણ અહી આવતા નથી. 125 સેન્ટરમાં અત્યાર સુધીમાં 14 દર્દી જ સારવાર આવ્યા છે. કપરાડા-ધરમપુરમાં પણ આઇસોલેશન સેન્ટરો શોભાના ગાઠિયા સમાન બની રહ્યાં છે.

ગામમાં 50થી વધુ પોઝિટિવ કેસો છતાં આઇસોલેશનમાં આવવા તૈયાર નથી
ઉમરગામ તાલુકાની સ્થિતિ જોતાં હવે 10 દિવસ માટે લોકડાઉનની જરૂર છે. ગામની સ્મશાન ભૂમિમાં રોજ 7થી 8 મૃતદેહની અંતિમક્રિયા થાય છે.ગામમાં 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. ગામ ઓદ્યોગિક એકમને અડીને હોવાથી મહારાષ્ટ્રથી હજ્જારો લોકો આવે છે. ઉદ્યોગપતિ અને ગામના આગેવાન સાથે સંપર્ક કરી તેમજ સોશિયલ મીડિયાથી લોકોના મંતવ્ય જાણી લોકડાઉન કરવા માટે તંત્ર પાસે માગ કરી છે. આઇશોલેશન કેન્દ્રમાં લોકો આવવા તૈયાર નથી. > અમિત પટેલ, સરપંચ સોળસુંબા

​​​​​​​દર્દીને જમવા સહિત અન્ય સુવિધા પંચાયત આપશે
આઇસોલેશન સેન્ટરમાં જો દર્દીના પરિવાર ટિફિન ન પહોંચાડે તો જમવા, નાસ્તો અને ચા -પાણીની વ્યવસ્થા જે તે સરપંચ અને પંચાયતે પુરી પાડવાની રહેશે. પંચાયત દર્દીની ગણતરી મુજબ હોટલમાંથી પાર્સલ અને વધારે દર્દી થશે તો શાળામાં જ રસોડુ ઉભંુ કરાશે. > જીતુભાઇ, સરપંચ, ચણોદ

​​​​​​​પરિવારને સુરક્ષિત રાખવા સેન્ટરો બનાવ્યા
ગામમાં નાના મકાનો કે ઘરોમાં જોવા મળતાં શરદી, ખાંસી, તાવના દર્દીઓથી ઘરના અન્ય સદસ્યોને સુરક્ષિત રાખી શકાય તે માટે આઇસોલેશન સેન્ટરો બનાવ્યાં છે. સરપંચ, તલાટી, સભ્યો, આગેવાનો, સંસ્થાઓના સહયોગથી આરોગ્યસ્ટાફ દ્વારા સારવાર કરાશે. > ડો.મનોજ પટેલ,ઇન્ચાર્જ સીડીએચઓ

અન્ય સમાચારો પણ છે...