ખેડ સત્યાગ્રહની ઉજવણી:પારડી ખાતે કિસાન પંચાયતે 69માં ખેડ સત્યાગ્રહની ઉજવણી કરી, સત્યાગ્રહમાં જોડાયેલા પરિવાનું સન્માન કરવામાં આવ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ખેડ સત્યાગ્રહના આંદોલનની યાદમાં આદિવાસી સમાજ દ્વારા જંગલ જમીનના કાયદાના આધારે આદિવાસીઓને મળેલા હક્ક અધિકારીઓની યાદમાં 1લી સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે કપરાડા તાલુકામાં રાજ્ય નાણાં મંત્રીના અધ્યક્ષ સ્થાને ખેડ સત્યાગ્રહની યાદમાં દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

< આદિવાસી વિસ્તારમાં ખેત ક્રાંતિ ફેલાઈ
વર્ષ 1953 માં વલસાડ જિલ્લામાં જમીન વિહોણા આદિવાસી ખેડૂતોને જંગલ જમીનનો હક્ક અપાવવા માટે સતત 14 વર્ષ સુધી આંદોલન ચલાવવામાં આવ્યું હતું. તે આંદોલનની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરને ખેડ સત્યાગ્રહ એટલે કિશાન મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વલસાડના પારડી તાલુકામાં સ્વ ઈશ્વર દેસાઈએ શરૂ કરેલા ખેડ સત્યાગ્રહ આંદોલનને પારડી અને દેશ અને વિશ્વ સમક્ષ મુક્યું હતું. ત્યારે ઘાસિયા આંદોલન તરીકે જાણીતા આ આંદોલન થકી આદિવાસી વિસ્તારમાં ખેત ક્રાંતિ ફેલાઈ હતી.

લડવૈયાઓનું સન્માન કરવામાં આવ્યું
આજે પારડી કિશાન પંચાયત દ્વારા આજ રોજ પારડીના રોહિણા ગામ ખાતે ઐતિહાસિક 69 કિશાન મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ખેડ સત્યાગ્રહમાં નાણાં મંત્રી કનુ દેસાઈ કલ્પસર મંત્રી જીતુ ભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે મંત્રીઓ દ્વારા ખેડ સત્યાગ્રહમાં જોડાયેલા પરિવાનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસીક ખેડ સત્યાગ્રહને યાદ કરવામાં આવ્યો હતો. સાથે ખેડ સત્યાગ્રહ સાથે જોડાયેલા લડવૈયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કપરાડાના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...