સુવિધા:વલસાડના પારડી ખાતે હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કિડની કેર ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું

સેવાના ઉચ્ચ આદર્શોને વરેલી કિલ્લા પારડી સ્થિત હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાનું વધુ એક ઉચ્ચ સોપાન સર કરવા જઈ રહ્યું છે. આજરોજ તારીખ 21 નવેમ્બરના રોજ પારડી સ્થિત મહેતા હોસ્પિટલમાં નવ નિર્મિત કિડની કેર, ડાયાલીસીસ સેન્ટરનું વિધિવત રીતે ઉદ્ઘાટન તથા દર્દીઓની સુવિધા હેતુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

સન 2015મા મૂળ પરિયાના બીપીનભાઈ દેસાઈ દ્વારા 2 ડાયાલીસીસ મશીન દાનમા આપવામાં આવ્યા હતા. સમયાંતરે દર્દીઓની સંખ્યા વધતા હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા સ્વ.જયસુખલાલ આર મર્ચન્ટ હસ્તક મનસુખભાઇ ખડાવાલાના ઉમદા દાન થકી કુલ 5 ડાયાલીસીસ મશીન હાલે ઉપલબ્ધ થયાછે. અહીં સરકારની યોજના અંતર્ગત તમામ દર્દીઓને નિઃશુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત કિડનીના વિવિધ રોગોથી પીડિત દર્દીઓની સેવા માટે કિડની કેર સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે આ કિડની કેર સેન્ટરના ઉદઘાટન કિડનીની સમસ્યા નિકાલ કરવામાં દર્દીઓને રાહત મળશે કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કાર્યકર્તા એવા ડોક્ટર નીલમબેન મહેતા પ્રિતેશભાઇ ભરૂચ અને પ્રેમલ ચૌહાણ નીતિનભાઈ એ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...