તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરી 30 કરોડની ખંડણી માગનારા સાત આરોપીઓ ઝડપાયા, ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની કામગીરીને બિરદાવી

ઉમરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીનું અપહરણ 22 માર્ચની રાત્રીએ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ કર્યું હતું
 • પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને CCTV કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવ્યુ

ઉમરગામના બિલ્ડરના અપહરણ કેસના મુખ્ય આરોપી પૈકી એક પપ્પુ ચૌધરીએ સાત વર્ષ અગાઉ દમણના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરીને કરોડો રૂપિયાની ખંડણી લીધા બાદ મુક્ત કર્યો હતો. જોકે, વલસાડ પોલીસની સતર્કતા અને કુનેહથી અપહ્ત બિલ્ડરને એકપણ રૂપિયાની ખંડણી આપ્યા વિના પોલીસ મુક્ત કરીને મુખ્ય આરોપી સહિત સાતની ધરપકડ કરી છે. દમણના ભીમપોર વિસ્તારમાંથી સોહેલનું અપહરણ થયં હતું. વર્ષ ૨૦૧૩ના અંત ભાગમાં ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા અને ધોરાજી મેમણ સમાજના અગ્રણી હનીફભાઈ હિંગોરાના પુત્ર સોહેલનું દમણથી અપહરણ થયું હતું.

કરોડોની ખંડણી આપીને સાહિલને મુક્ત કરાવાયો હતો. બાદમાં બિહારના નેતાઓના નામ ખુલતા રાજકિય રંગ પકડ્યો અને તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. સોહિલ હિંગોરા અપહરણ કેસની હાઇલાઇટસ 9એપ્રિલ 2014ના રોજ સાહિલનું દમણના ભીમપોર નજીકથી થયું અપહરણ અપહરણના બે દિવસ બાદ આરોપી સાહિલને બિહાર લઈ જઈ સાહિલના પિતા હનિફભાઈ પાસેથી કરોડોની ખંડણી માંગી ઉદ્યોગપતિ હનિફ હિંગોરાએ એક મહીના બાદ કરોડોની ખંડણી ચૂકવી સાહિલને છોડાવ્યો હનિફ હિંગોરાએ બિહારના નેતાઓ સામે પણ અપહરણ કેસમાં ગંભીર આક્ષેપો કર્યા હતા હનિફ હિંગોરાએ રાજકિય વગ લગાવતા સમગ્ર કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી સીઆઈડીએ અપહરણમાં રાજકિય નેતાની સંડોવણીનો કર્યો ઈન્કાર કર્યો હતો હનિફ હિંગોરાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફોન આવ્યાં, બે કરોડની વધુ ખંડણી મંગાઈ હતી.

સાહિલ હીંગોરા કેસમાં કુલ મુખ્ય સુત્રધાર સહિત કુલ ૯ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં આરોપીઓ સામે 570 પાનાની ચાર્જશીટ અલગ અલગ સેકશન હેઠળ દાખલ કરી હતી. આમ અપહરણમાં બિહાર કૃખ્યાત ગેંગ વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી પરિચીત હોવાના કારણે ઉમરગામના બિલ્ડરને આસાનીથી શિકાર બનાવ્યો હતો. જોકે, દમણના ઉદ્યોગપતિ પુત્રના અપહરણમાં કોરોડો રૂપિયાની ખંડણી વસૂલીને છોડવામાં આવ્યો હતો. જ્યારે ઉમરગામના કેસમાં વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્ર પોલીસના સંયુકત ઓપરેશનમાં અપહ્ત બિલ્ડરનો છુટકારો થયો છે.

વલસાડના ઉમરગામના બિલ્ડર જીતુ પટેલની ગત સોમવારે 22 માર્ચની રાત્રીએ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું. અપહરણની ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા પોલીસે જિલ્લામાં નાકાબંધી ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

રેલ્વે સ્ટેશન રોડ પરથી થયું હતું અપહરણ
વલસાડ જિલ્લાના ઉમરગામના વેપારી જીતુ પટેલ તેમની કારમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. જ્યારે બે સફેદ કલરની કારમાં આવેલા બોડી ગાર્ડે જીતુ પટેલના મોઢા ઉપર પંચ મારી તેમની જ કારમાં તેમનું અપહરણ કરી ગયા હતા. જીતુ પટેલની કારને થોડે દુર મૂકી અપહરણ કારો જીતુ પટેલનું અપહરણ કરી ગયા હતા. ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા તાત્કાલિક જિલ્લામાં પોલીસને ઘટનાને લઈને એલર્ટ કરી દીધી હતી. જિલ્લામાં પોલીસે નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામ ખાતે વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા, જિલ્લાના DySP સહિત LCB, SOG અને જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું
જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 11 જેટલી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ વિભાગે ટેક્નિકલ એનાલિસિસ અને CCTV કેમેરાની મદદ મેળવી આરોપીઓનું પગેરું મેળવવામાં મહત્વની સફળતા મળી હતી. જેના આધારે બતમીદારોની મદદ લઈને શંકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ કરીને સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું છે. જેના કુલ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી
વલસાડ જિલ્લામાં 30 કરોડની ખંડણી અને અપહરણના કેસ મામલે મહત્વની સફળતા મેળવનાર સુરત રેન્જ એડિશ્નલ ડીજી, વલસાડ એસપી અને તેમની ટીમની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી બિરદાવી છે. એકપણ રૂપિયાની ખંડણી અપાવ્યા વગર ઉમરગામના વેપારી જીતુભાઈ પટેલની બહાદુરીપૂર્વક છોડાવવા બદલ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો