કાર્યક્રમ:ખાદી વસ્ત્ર નથી પણ એક વિચાર, ચણવઇ PHCમાં ગાંધીવિચાર- મૂલ્યોના જતનનો સંકલ્પ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરવે કરી મોતિયા બિંદુના દર્દીઓનો ઈલાજ કરવા આહવાન

વલસાડ જિલ્લામાં ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક એવું પ્રથમ આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં પ્રજાની આરોગ્યલક્ષી સેવાની સાથે ગાંધી જ્યંતિની ગાંધી વિચારોના મૂલ્યો અને તેના જતનના સંકલ્પ સાથે ઉજવણી કરી હતી.આ પ્રસંગે મોતિયા મુક્ત પ્રોજેકટની પહેલ કરાઈ હતી. શનિવારે ગાંધી જયંતી નિમિત્તે ચણવઇ પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન ટિકુએ ગાંધીજીના સત્યના પ્રયોગોની સમજ આપી ખાદીની ખરીદી પર ભાર મુકી કહ્યું કે, ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે.

મુખ્ય અતિથિ અપર્ણાબેન કડીકરે “ ગાંધી અને નારી “ વિષયમાં વિસ્તૃત માહિતી આપી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ બલાઇન્ડનેસ કન્ટ્રોલ પ્રોજેક્ટના ચેરપર્સન અને ઓપથોમોલોજીસ્ટ ડો .મિત્તલ પટેલે ગાંધી જયંતિએ પાયાનું રચનાત્મક કાર્ય તરીકે ‘’મોતિયા મુક્ત પ્રોજેક્ટ’’ અંગે ચણવઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમાવિષ્ટ ગામોની આશા અને આરોગ્ય પરિચારિકા બેહનોને જણાવ્યું હતું.કાર્યક્રમનુ સંચાલન વંદના પટેલે કર્યુ હતું તથા કાર્યક્રમને સફ‌ળ બનાવવા સ્ટાફ મેમ્બરે જહેમત ઉઠાવી હતી.

સિવિલના ડો. મિત્તલ પટેલે જણાવ્યું કે,ગામડે ગામડે સર્વે કરીને મોતિયા બિંદુના દર્દીઓને શોધીને યોગ્ય સમયે તેનો ઈલાજ અને ઉપાયો શોધવાનું કાર્ય કરવા જણાવ્યું હતું. ડો .નિધિ પટેલે મહાત્મા ગાંધીના ચારિત્ર્ય અંગે વિશેષ વાતો કરી ગાંધીવિચારના સચોટ અમલીકરણ માટે રચનાત્મક કાર્યક્રમ પાયાની વસ્તુ હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે કિશોરીઓ, આશા બહેનો અને આરોગ્ય પરિચારિકાઓ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ ગાંધી જયંતિ નિમિત્તે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...